રજૂઆત:વણોટમાં આરોગ્ય સુવિધા માટે સબ સેન્ટર શરૂ કરો

સાવરકુંડલા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ પંચાયતની જિલ્લા આરોગ્ય અધિકારીને રજૂઆત

સાવરકુંડલા તાલુકાના વણોટ ગામમાં આરોગ્યની કોઈ જ સુવિધા નથી. જેના કારણે દર્દીઓને હેરાન પરેશાન થવું પડે છે. ત્યારે વણોટમાં દર્દીઓની સુખાકારી માટે સબ સેન્ટર શરૂ કરવા ગ્રામ પંચાયતે આરોગ્ય અધિકારીને રજૂઆત કરી હતી.

વણોટ ગ્રામ પંચાયતના સરપંચ જીગ્નેશભાઈ કાછડે જણાવ્યું હતું કે અમારૂ ગામ છેવાડે વસતુ ગામ છે. અહી દવાખાનાની સુવિધા જ નથી.વિજપડી અને વાવેરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વણોટથી સાત કિલોમીટર દુર છે. અહીથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જવા માટે દર્દીઓને વાહનની સુવિધા પણ મળતી નથી. ખાસ કરીને ચોમાસામાં લોકોને હોસ્પિટલ જવા માટે અનેક પડકારોનો સામનો કરવો પડે છે.

વણોટ ગામ સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગનું છે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સારવાર અર્થે દુર દુર જવું પડે છે. ચોમાસામાં દર્દીને હોસ્પિટલ પહોંચાડવા માટે પરિવારને અનેક હાડમારી વેઠવી પડે છે. ત્યારે વણોટમાં આરોગ્યની સુવિધા માટે સબ સેન્ટર મંજુર કરવા તેમણે માંગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...