તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:કુંડલામાં AAPના નેતાઓ વિરૂદ્ધ સુત્રાેચ્ચાર

સાવરકુંડલા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
મામલો બિચકતા સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે આવી પહોંચી. - Divya Bhaskar
મામલો બિચકતા સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે આવી પહોંચી.
  • પટેલવાડીમાં આમ આદમી પાર્ટીની સભા મળી

સાવરકુંડલામા આજે આમ આદમી પાર્ટી દ્વારા જન સંવેદના મુલાકાત કાર્યક્રમ યાેજાયાે હતાે. જેમા માેટી સંખ્યામા લાેકાે ઉપસ્થિત રહ્યાં હતા. તાે બીજી તરફ કાર્યક્રમના સ્થળે યુવાનાેએ જાતિવાદી ટિપ્પણી કરનાર આપના આગેવાનાે વિરૂધ્ધ સુત્રાેચ્ચારાે પણ કર્યા હતા.

અામ અાદમી પાર્ટીનાે આ કાર્યક્રમ ગઇસાંજે સાવરકુંડલામા યાેજાયાે હતાે. જન સંવેદના મુલાકાત કાર્યક્રમમા ગાેપાલ ઇટાલીયા, ઇસુદાન ગઢવી, મહેશભાઇ સવાણી, નિમીષાબેન ખુંટ, નિકુંજભાઇ સાવલીયા, મુકેશભાઇ જયાણી, નટુભાઇ કાછડીયા વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા. ગુજરાતની શિક્ષણ, સ્વાસ્થ્ય, ખેતી, રાેજગાર, વિજળી, વેપારધંધા અને પાણી મુદે સરકારની નિષ્ફળ નિતીની આ આગેવાનાેએ ટીકા કરી હતી.

બીજી તરફ પટેલવાડી ખાતેના આ કાર્યક્રમના સ્થળે વિરાેધ પ્રદર્શન માટે યુવાનાેની ટીમ પણ પહાેંચી હતી અને સનાતન ધર્મ વિશે અભદ્ર ટિપ્પણી કરનાર ગાેપાલ ઇટાલીયા રાજીનામુ આપે તેવાે સુત્રાેચ્ચાર કર્યાે હતાે. આ યુવાનાેએ કાળા વાવટા પણ ફરકાવ્યાં હતા. જાે કે સ્થાનિક પાેલીસે દાેડી આવી મામલાે સંભાળ્યાે હતાે.

જુના સાવરમાં કાેરાેનાના મૃતકાેને શ્રધ્ધાંજલી
જુના સાવર ખાતે આમ આદમી પાર્ટીના દિપકભાઇ લહેરી ઉપરાંત પ્રદેશના નેતા ગાેપાલભાઇ, મહેશભાઇ, ઇસુદાન ગઢવી વિગેરેની ઉપસ્થિતિમા ગામના કાેરાેનાના મૃતકાેને શ્રધ્ધાંજલી અપાઇ હતી. આ ગામમા કાેરાેનાના કારણે 28 લાેકાેના માેત થયા હતા.

અન્ય સમાચારો પણ છે...