સમસ્યા:નાવલીના ગટરના ગંદા પાણી કાંઠે બેસી શાકભાજીનાે વેપાર

સાવરકુંડલા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હજુ સુધી કાેઇ સત્તાધીશાે શાકમાર્કેટની સુવિધા ઉભી કરી શક્યા નથી

સાવરકુંડલામા શાકમાર્કેટની કાેઇ સુવિધા ન હાેવાથી અહીથી પસાર થતી નાવલીના ગટરના કાંઠે બેસીને શાકભાજી વેચતા વેપારીઅેા પાસેથી લાેકાે શાકભાજી ખરીદી રહ્યાં છે. અેક તરફ ગટરના ગંધાતા પાણી અને બીજી તરફ નજીકમા બેસીને શાકભાજી વેચવામા અાવી રહ્યું છે જેને પગલે લાેકાેનુ સ્વાસ્થ્ય પણ જાેખમાઇ રહ્યું છે.

સાવરકુંડલા શહેરના એક લાખ ઉપરાંત લોકોને સ્વચ્છ અને સલામત જગ્યાએ શાકભાજી લેવાની કોઇ જ વ્યવસ્થા નથી. મહિલાઓ અને શહેરીજનોને વર્ષોથી અા સમસ્યા વેઠી રહ્યાં છે. ગામની વચ્ચેથી નાવલી નદી પસાર થાય છે. ત્યારથી આજ સુધી નગરજનો માટે શાકભાજી લેવા માટેની શાકમાર્કેટનું નિર્માણ કોઈ સત્તાધીશો કે કોઈ પક્ષ કરી શક્યા નથી. વિકાસની અનેક વાતો થાય છે. સાવરકુંડલા શહેરનો પણ ખુબ જ વિકાસ થયો છે. પરંતુ રોજિંદી જરૂરિયાત અેવા શાકભાજી માર્કેટની હજુ સુધી કાેઇ સુવિધા ઉભી કરાઇ નથી.

હાલમા નાવલી નદીના પટમાં શાકભાજી વેચવાવાળા બેસે છે અને નગરજનો શાકભાજી ખરીદી રહ્યાં છે. એક બાજુ ગટરનું પાણી, ઉબડખાબડ રસ્તો અા પ્રકારની અગવડતા લાેકાે વેઠી રહ્યાં છે. કાેરાેના મહામારી વખતે શાકમાર્કેટને ખુલ્લા મેદાનમા સ્થળાંતર કરાઇ હતી. જેના કારણે વેપારીઅાેને પણ અગવડતા પડી હતી. જાે કે ફરી નાવલી નદીના કાંઠે જ શાકભાજીનુ વેચાણ કરવામા અાવી રહ્યું છે.

ચાેતરફ ગંદકીથી લાેકાેનંુ અારાેગ્ય જાેખમાય છે
નાવલી નદીમા ગટરના પાણીની બાજુમાં જ શાકભાજીનંુ વેચાણ કરવામાં અાવી રહ્યું છે. અહી માેટી સંખ્યામાં લાેકાે શાકભાજીની ખરીદી કરવા માટે અાવે છે જેનુ અારાેગ્ય જાેખમાઇ રહ્યું છે.

લાેકાેઅે કયારેય રજુઅાત કરી નથી
શહેરના લાેકાે વર્ષાેથી અા સમસ્યાથી પીડાઇ રહ્યા છે. જાે કે તેમ છતા હજુ સુધી અા અંગે કાેઇ રજુઅાત કે અાંદાેલન કરવામા નથી અાવ્યું. અા ઉપરાંત અત્યાર સુધીમા કાેઇ સતાધીશાેઅે પણ અા દિશામા કાેઇ કાર્યવાહી કરી નથી.

અન્ય સમાચારો પણ છે...