તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગ:સાવરકુંડલાનાે કાંટા ઉદ્યાેગ ઝંખે છે ન્યાય, મંદીના મારથી ઉત્પાદકાે અને કારીગરાે મુંઝવણમા છે ત્યારે જીઆઇડીસી સહિત સુવિધા આ પવા માંગ

સાવરકુંડલા5 મહિનો પહેલા
 • કૉપી લિંક

સાવરકુંડલાનાે કાંટા ઉદ્યાેગ વિશ્વના સિમાડાઓ સુધી વિખ્યાત છે. જાે કે હાલ મંદીના માર અને અસુવિધાઓ થી કાંટા ઉદ્યાેગ મરણ પથારી પડયાે છે. જેના કારણે અહીના વેપારીઓ અને કારીગરાે મુંઝવણમા મુકાયા છે. અહી જીઆઇડીસી સહિત સુવિધા આપવા માંગ ઉઠી છે. શાકભાજીથી માંડી સોના સુધી ચીજોનું વજન જાણવા ઈલેક્ટ્રોનિક કાંટા વપરાય છે. દરેક વસ્તુના તોલ અને માપ રોજીંદા જીવનમાં વણાયેલા અને મહત્ત્વના છે. બાળકનો જન્મ થાય કે તરત જ તેનું વજન કરવામાં આવે છે. ત્રાજવા એ ન્યાયનું પ્રતિક છે. આજે પણ ગેસના બાટલા વિગેરે તોલવા સ્પ્રિંગ કાંટા વપરાય છે. સાવરકુંડલામા દાયકાઅાેથી કાંટા ઉદ્યાેગ શરૂ છે. જાે કે ધીમેધીમે કાંટા ઉદ્યાેગ ધીમાે પડવા લાગ્યાે છે.

હાલ તાે કાેરાેના કાળ અને મંદીના કારણે આ ઉદ્યાેગ મરણ પથારી એ પડયાે છે.સાવરકુંડલા શહેરના કાંટા ઉધોગને મંદીનું ગ્રહણ લાગી ગયું છે. જેને કારણે ઉત્પાદકોએ ઉત્પાદન પણ ઓછું કર્યું છે. તેમજ કેટલાક ઉત્પાદકો શહેર છોડીને અન્ય સ્થળે પણ ખસી ગયા છે. તેમજ મંદીના કારણે ઓછું ઉત્પાદન થવાના કારણે મોટાભાગના કારીગરો વજન કાંટા ક્ષેત્રો છોડી અન્યત્ર મજૂરી કરવા મજબુર બન્યા છે. ત્યારે વજન કાંટાની મંદીમાંથી ઉગારવા હોય તો સાવરકુંડલા શહેરમાં રેસીડેન્સ વિસ્તારમાં હાલ ઉત્પાદન ઉદ્યોગો ધમધમી રહ્યો હોય થોડા વર્ષો પહેલા અવાજ પ્રદૂષણનો કેસ પણ વજન કાંટા ઉત્પાદકો પર કરવામાં આવ્યો હોય જેના કારણે ઉત્પાદકો વજન કાંટા મેન્યુફેક્ચરમાં કંઈ નવું કરી શકયા નથી.

જીઆઇડીસી ફાળવવી જાેઇએ: પ્રમુખ ^કાંટા ઉદ્યાેગ એસાે.ના પ્રમુખે જણાવ્યું હતુ કે સાવરકુંડલા શહેરમાં આશરે 40 હજાર જેટલા લોકો વજન કાંટા ઉદ્યોગ સાથે જોડાયેલા છે. આ વજન કાંટો ગુજરાત અને ગુજરાત બહાર તેમજ વિદેશમાં પણ સપ્લાય કરવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષથી આ મંદીના માહોલમાથી ઉગારવા માટે વહેલી તકે સરકાર તરફથી જીઆઇડીસી ફાળવવામાં આવે તે જરૂરી છે.- એસો. પ્રમુખ

કાંટા ઉદ્યાેગ લુપ્ત થવાના આરે અહીના વેપારીઓ એ જણાવ્યું હતુ કે લગભગ 500 જેટલા વજન કાંટા ઉત્પાદકો નાનુ મોટું ઉત્પાદન કરી રહ્યા હોય છેલ્લા થોડા વર્ષથી વજન કાંટા ઉદ્યોગમાં લાગેલા મંદીના ગ્રહણના ઉગારવા માટે શહેરના ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે ચિંતા વ્યક્ત કરી છે.

ગુજરાન ચલાવવું મુશ્કેલ

કાંટા ઉદ્યાેગ મરણ પથારીએ હાેય કારીગરાેએ જણાવ્યું હતુ કે આવી સ્થિતિના કારણે અમારે અન્ય ધંધાે શાેધવા પડી રહ્યાે છે. કાંટા ઉદ્યાેગમા મંદી હાેય પરિવારનુ ગુજરાન ચલાવવુ પણ મુશ્કેલ થઇ પડયુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો