તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રામમંદિર નવનિર્માણ:બોધરયાણી ખાતે અયોધ્યા રામમંદિર નવનિર્માણ નિમિત્તે સંત સંમેલન યોજાયું

સાવરકુંડલા3 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રામમંદિરમાં દરેક લોકો, કાર્યકરો નિધિ અર્પણ કરવા સંતોએ આહવાન કર્યું

સાવરકુંડલાના બોધરયાણી આશ્રમ ખાતે શ્રીરામ જન્મ નિધિ સમિતિ, વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા અયોધ્યા ખાતે નવ નિર્માણ પામી રહેલા રામ મંદિર માટે આગામી દિવસોમાં ધર્મપ્રેમી લોકો પાસેથી ધનરાશિ એકઠી કરી રામ મંદિર અયોધ્યાના એકાઉન્ટમાં જમા કરાવી રામ મંદિરના નિર્માણમાં સહભાગી થવા અાયાેજન કરાયુ છે. ત્યારે અાશ્રમ ખાતે અેક સંત સંમેલન યાેજાયું હતુ.

અા સંમેલનમા સંતો મહંતો અને મહા મંડલેશ્વરો દ્વારા દરેક સમાજના લોકોને આહવાન કરવામાં આવ્યું હતું. સંમેલનના અધ્યક્ષ મહામંડલેશ્વર શ્રી આત્માનંદ સરસ્વતીજી બોટાદ, પ્રમુખ સ્થાને મહામંડલેશ્વર શ્રી મસ્તરામબાપુ ઘી વાળી ખોડિયાર બોધરયાણી, મહામંડલેશ્વર શ્રી ઉદયગીરી બાપુ ધજડી, મહામંડલેશ્વર શ્રી બંસીબાપુ ગોદડીયા આશ્રમ બાઢડા, નારાયણદાસ સાહેબ કબીર ટેકરી વિગેરે હાજર રહ્યાં હતા.

અા ઉપરાંત ઘનશ્યામદાસબાપુ રામાનંદ ગુરૂકુળ, લવજીબાપુ નેસડી, શિવચેતન બાપુ, વિષ્ણુસ્વામી ખાંભા ગુરૂકુળ, હરિનંદનસ્વામી સ્વામિનારાયણ મંદિર રાજુલા, ચેતનગીરી બાપુ રાજુલા, સરસ્વતીભારથી માતાજી, વાંકુની ધાર વિગેરે સંતો મહંતો અને મહા મંડલેશ્વરો ઉપસ્થિત રહી અયોધ્યા ખાતે નવ નિર્માણ પામી રહેલા દિવ્ય અને ભવ્ય રામ મંદિર માટે ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો પાસે શ્રી રામ જન્મ નિધિ સમિતિ, વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંધના સભ્યો કાર્યકરોને ઘન રાશિ અર્પણ કરવા આહવાન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો