રજૂઆતો:સા. કુંડલા રેલવે પ્લેટફાેર્મ પર કાેચ નંબર દર્શાવતું ડિજીટલ બોર્ડ મૂકો

સાવરકુંડલા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વૃદ્ધ, અપંગ અને અશકત મુસાફરાેને જે કાેચ સામે આવે તેમા બેસવું પડે છે

સાવરકુંડલા રેલવે સ્ટેશન પર મહુવા બાંદ્રા અને મહુવા સુરત સુપરફાસ્ટ ટ્રેન દાેડી રહી છે. જાે કે રેલવે પ્લેટફાેર્મ પર કાેચ નંબર દર્શાવતુ ડિઝીટલ બાેર્ડ ન હાેય મુસાફરાેને મુશ્કેલી પડી રહી છે.સાવરકુંડલાથી આ ટ્રેનમાં માેટી સંખ્યામા લાેકાે મુસાફરી કરે છે. જાે કે અહીના રેલવે સ્ટેશન પ્લેટફોર્મ પર કોચ નંબર દર્શાવતા ડિઝીટલ બાેર્ડનાે અભાવ છે. જેના કારણે વૃદ્ધ, અપંગ, અશક્ત અને બીમાર મુસાફરાેને અગવડતા પડી રહી છે. સામાન્ય મુસાફરો પાસે પણ સામાન વધારે હોય છે.

ત્યારે આ દૂરની મુસાફરી કરવાવાળા મુસાફરોને ભગવાન ભરોસે જે કોચ સામે આવે તે જ ટ્રેનના ડબ્બામાં ચડી જવું પડે છે. કારણકે રેલવે સ્ટેશન પ્લેટફોર્મ પર ડિજિટલ બોર્ડ નથી.આ બાબતે મુસાફરોએ સ્થાનિક સત્તાવાળાઓને અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં હજુ સુધી કોઈ પરિણામ મળ્યું નથી. તો આ બાબતની ગંભીરતા દાખવી રેલવે વિભાગ તાત્કાલિક ધોરણે ડિજિટલ બોર્ડની વ્યવસ્થા કરી વર્ષોથી અનુભવાતી આ મુશ્કેલીનો અંત લાવે તેવુ મુસાફરો ઇચ્છી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...