તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનોખી લડાઇ:સાવરકુંડલામાં આજે જામશે અનાેખી ઇંગાેરિયાની લડાઇ, અનોખી લડાઇ નિહાળવા આસપાસના અનેક ગામોમાંથી અહીં લોકો આવે છે

સાવરકુંડલા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઇંગાેરિયાના વૃક્ષ ઓછા થતાં હવે યુવાનાે કાેકડા તરફ વળ્યાં

સાવરકુંડલામા છ દાયકાથી દિપાવલીની રાત્રે અનોખી ઇંગોરીયાની લડાઇ જામે છે. ત્યારે આવતીકાલે રાત્રે પણ આ પરંપરા જળવાઇ રહેશે. દિપાવલીના એક માસ અગાઉ જ યુવાનો તૈયારીમા લાગી જાય છે. જો કે ઇંગોરીયાના વૃક્ષો ઓછા થતા હવે તેનુ સ્થાન કોકડાએ લીધુ છે. આ અનોખી લડાઇ નિહાળવા આસપાસના અનેક ગામોમાથી અહી લોકો આવે છે.

સાવરકુંડલામા છ દાયકાથી ઈંગોરીયા યુધ્ધ ખેલાય છે. આ અનોખી લડાઇ વિશે ડોકીયુ કરીએ તો ઈંગોરીયાનુ વૃક્ષ આશરે આઠથી દસ ફૂટનું હોય છે. તેના ચીકુ જેવા ફળને ઈંગોરીયુ કહેવામાં આવે છે. દિવાળી પહેલા એકાદ માસ પૂર્વે યુવાનો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાંથી ઈંગોરીયા વૃક્ષ પરથી તોડી તેને સુકવી દે છે. ત્યારબાદ ઉપરથી છાલને ચપ્પુ વડે કાઢી તેમાં કાણું પાડી અંદર દારૂ-ગંધક-સુરોખાર અને કોલસાની ભૂકી મિશ્રણ કરી ઠાંસી ઠાંસીને ભરવામાં આવે છે. ત્યારબાદ નદીના માટીના પથ્થરના ભુક્કાથી એ કાણુ બંધ કરી દેવાય છે. અને તેને સૂકવામાં આવે છે. અને ત્યારબાદ ઈંગોરીયું તૈયાર થઈ જાય. જેને દીવાળીની રાત્રીએ આવા હજારો તૈયાર થયેલા ઈંગોરીયાના થેલા ભરી યુવાનો આગનું યુધ્ધ રમવા તૈયાર થઈ જાય છે.

ઈંગોરીયાને સળગાવવા માટે કાથીની વાટથી સળગાવી સામસામા સળગતા ઈંગોરીયા ફેંકવામાં આવે છે. સાવર અને કુંડલા એમ બે જૂથ વચ્ચે વહેચાયેલા લડવૈયા એકબીજા સામે સળગતા ઈંગોરીયા નાખીને ટોળીઓને દૂર દૂર સુધી ખસેડી દે છે.હાલમાં જેમ દાડમના ફુવારા નીકળે છે. તેવા આગના ફુવારા સાથે દૂર સુધી રોકેટની જેમ જાય છે. આ રોમાંચિત લડાઈમાં આનંદ કીકીયારી નાસભાગ અને ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાય છે. કયારેક કોઈના કપડાં પણ દાઝી જાય છે. જો કે મોટું નુકસાન કે માથાકુટ થતી નથી. કારણ કે આ નિર્દોષ રમત હોય છે.

કોકડામાં દારૂખાનું ભરી તૈયાર કરાય છે
છ દાયકાથી આ અનોખી લડાઇ રમવામા આવે છે. ઈંગોરીયાના વૃક્ષો ઓછા થતા તેનું સ્થાન કોકડાએ લીધું હતું. આથી ઈંગોરીયા બહુ ઓછા જોવા મળે છે. તેના બદલે કોકડાને દારૂખાનુ ભરી તૈયાર કરાઈ છે. હાલના સમયમા મોટી માથાકુટ ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવે છે. તસવીર - સૌરભ દોશી

40 વર્ષથી અમારો પરિવાર રમે છે- હિરેનભાઇ
અહી રહેતા હિરેનભાઇ સુચકે જણાવ્યું હતુ કે ઇંગોરીયાની પરંપરાગત રમત અમારો પરિવાર 40 વર્ષથી રમે છે. આવતીકાલે પણ અમે ઇંગોરીયાની રમત રમીશું. અગાઉ સાવર અને કુંડલા વચ્ચે આ રમત રમાતી હતી. જો કે હાલ શહેરના જુદાજુદા ચોકમા આ રમત રમવામા આવી રહી છે.

ઇંગોરિયાની લડાઇ જોવા લોકો દુરદુરથી આવે છે
આ અનોખી લડાઈને જોવા આજે પણ દૂર દૂરથી લોકો સાવરકુંડલા ખાતે આવે છે. રાતભર આગની લડાઈ બાદ સવારે એકબીજા યુવાનો ગળે ભેટી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી આનંદથી છુટા પડે છે.

એક ઇંગોરિયાનો ખર્ચ રૂપિયા 10 થાય છે
અહીના યુવકો નવરાત્રી બાદથી જ ઇંગોરીયા બનાવવાની તૈયારી કરે છે. અગાઉ એક ઇંગોરીયુ બનાવવાનો ખર્ચ રૂપિયા 3 થી 4 સુધી થતો હતો. હાલ રૂપિયા 10 ખર્ચ થાય છે. જયારે કોકડાનો ખર્ચ રૂપિયા 3 સુધી થતો હતો જે હાલ રૂપિયા 7 થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો