વાયરલ ફીવર:સાવરકુંડલામાં તાવ, શરદી અને ઉધરસનો રોગચાળો વકર્યો

સાવરકુંડલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિવીલ હોસ્પિટલમાં દરરોજના 400 દર્દીની સારવાર: ખાનગી હોસ્પિટલો પણ ફુલ

સાવરકુંડલામાં તાવ, શરદી અને ઉધરસનો ઉપદ્રવ છે. વાયરલ ફીવરના કેસમાં વધારો થયો છે. તહેવાર સમયે જ ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળે છે. અહી સિવીલ હોસ્પિટલમાં દરરોજના 400 જેટલા દર્દી સારવાર કરાવી રહ્યા છે. સાથે સાથે ખાનગી હોસ્પિટલ પણ દર્દીઓથી ઉભરાઈ છે. તંત્ર ગંભીર બની વાયરલ તાવને અટકાવવા માટે પગલા લે તેવી લોક માંગણી ઉઠી છે.

કોરોનાની બીજી લહેર શમી છે. ત્યારે સાવરકુંડલા પંથકમાં હવે તાવ, શરદી અને ઉધરસનો રોગચાળો વકર્યો છે. સાવરકુંડલાના ખાનગી હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું હતું કે અત્યારે મેલેરીયા, ફલૂ અને ટાઈફોડના તાવના દર્દીઓ વધારે આવી રહ્યા છે. બીજી તરફ સિવીલ હોસ્પિટલમાં પણ દરરોજ 400 દર્દીની ઓપીડી નોંધાય છે. રોગચાળાના કારણે હોસ્પિટલમાં લાંબી લાઈનો લાગી છે. શહેર ભરમાં રોગચાળો અટકાવવા માટે નગરપાલિકા દ્વારા વિસ્તાર વાઈઝ ડીડીટીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.

સાવરકુંડલા માંદગીના બીછાને પહોંચી ગયું છે. હવે વાયરો અટકવાનું નામ લેતો નથી. તહેવાર સમયે જ ઘરે ઘરે માંદગીના ખાટલા હોવાથી લોકો પરેશાન બન્યા છે. આગામી દિવસોમાં તંત્ર વાયરલ તાવ અંગે ગંભીર નહી બને તો સમગ્ર શહેરમાં વધુ રોગચાળો વકરે તેવી દહેશત ઉભી થઈ છે. ત્યારે તંત્ર તાત્કાલીક ધોરણ સાવરકુંડલાને માંદગીમાંથી બચાવે તેવી લોક માંગણી ઉઠી છે.

ખાનગી લેબોરેટરીમાં પણ વેઈટીંગ લીસ્ટ
સાવરકુંડલા પંથકમાં રોગચાળાએ માજા મુકી છે. સરકારી હોસ્પિટલ તો ફુલ છે. પણ સાથે સાથે ખાનગી લેબોરેટરીમાં પણ લાંબુ વેઈટીંગ લીસ્ટ જોવા મળે છે. અહી શરીરમાં રક્ત કણ ઘટવાની દર્દીઓમાં ફરીયાદો ઉઠી રહી છે.

અન્ય સમાચારો પણ છે...