પરેશાન:સા.કુંડલામાં જુના બસ સ્ટેશને STને સ્ટાેપ ન અપાતાં મુસાફરાે પરેશાન

સાવરકુંડલા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બહારથી આવતી બસાે મુસાફરાેને પાેલીસ મથક પાસે ઉતારી દે છે

સાવરકુંડલામા અમદાવાદ, ગારીયાધાર, વંડા, જેસર અને અંબાજી તરફથી અાવતી અેસટી બસાેના મુસાફરાેને જુના બસ સ્ટેશનના બદલે પાેલીસ મથક પાસે જ ઉતારી દેવામા અાવતા હાેય મુસાફરાેને પારાવાર મુશ્કેલી પડી રહી છે.

દૂરથી મુસાફરી કરીને આવતા અપંગ, વૃદ્ધ અને વધારે સામાન લઈને આવનાર મુસાફરોને કોઈ રીક્ષા કે વાહન મળતું ન હોવાને કારણે ખૂબ જ મોટી મુશ્કેલી અનુભવવી પડે છે. ખપોલીસ સ્ટેશનથી જુના સ્ટેશન કે નાવલી નદીમાં આવવા માટે અડધો કિલોમીટર અંધારે ચાલીને આવવું પડે છે. ડ્રાઈવર કંડકટરને અનેક વખત મુસાફરો આજીજી કરે છે. પરંતુ તેઓ એવું જણાવે છે કે અમને અહીં ચાલવાનો ઓર્ડર નથી. એસટી બસ મુસાફરોની સુવિધા માટે ચાલે છે નહી કે પોતાની મનમાની કરીને મનગમતા રસ્તે ચાલીને ડેપો જવાની.

આ બાબતે સાવરકુંડલા એસટી સત્તાવાળા પાસે કોઈ નક્કર જવાબ નથી. અને એવું કોઈ પરિપત્ર પણ કરેલો નથી કે જેસર રોડ તરફથી આવતી તમામ એસ.ટી.ને પોલીસ સ્ટેશન પાસે જ મુસાફરોને ઉતારી દેવા. જૂના બસ સ્ટેશન કે નાવલી નદીમાં ન જવું ત્યારે એસટી ડ્રાઇવર કંડક્ટર અને એસટી સત્તાવાળા સાવરકુંડલા બંને એકબીજા ઉપર ખો આપી રહ્યા છે. જો આ બાબતે તાત્કાલિક યોગ્ય પગલાં ભરવામાં નહીં આવે તો ભવિષ્યમાં સાવરકુંડલામાં એસટી રોકો આંદોલન થાય તો કહેવાય નવાઇ નહી.

અન્ય સમાચારો પણ છે...