તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગણી:કુંડલામાં નાવલી નદીને 10 ફૂટ ઉંડી ઉતારો, દર ચોમાસે નુકસાન વેઠતા વેપારીઓની માંગ

સાવરકુંડલા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
નદી ઉંડી ઉતારાય તો લોકોને પડતી હાલાકી દૂર થાય. - Divya Bhaskar
નદી ઉંડી ઉતારાય તો લોકોને પડતી હાલાકી દૂર થાય.
  • નદીના પુરના પાણી દુકાનોમાં ઘૂસી જાય છે

સાવરકુંડલામાં નાવલી નદીમાં ચોમાસા દરમિયાન પુરના પાણી વેપારીઓની દુકાનમાં ઘૂસી જાય છે. જેના કારણે વેપારીઓને લાખોનું નુકશાન વેઠવું પડે છે. નગરપાલિકા નાવલી નદીને 10 ફૂટ ઉંડી ઉતારે તેવી વેપારીઓમાં માંગણી ઉઠી છે.સાવરકુંડલાની મધ્યમાંથી નાવલી નદી પસાર થાય છે. આ નદી માત્ર 3 થી 5 ફૂટ ઉંડી છે. જેના કારણે ચોમાસામાં ઉપરવાસમાં વરસાદ પડતાં જ નદીમાં ઘોડાપુર આવે છે. અને નદી છીછરી હોવાથી પુરના પાણી વેપારીઓની દુકાનમાં ઘૂસી જાય છે. જેના પગલે વેપારીને ચોમાસામાં માલસામાનની હેરાફેરી કરવી પડે છે.

ગત વર્ષે નગરપાલિકાએ 40 લાખના ખર્ચે નાવલી નદીને ઉંડી ઉતારવાની કામગીરીનો નિર્ણય કર્યો હતો. પણ આ કામગીરી માત્ર કાગળ ઉપર જ થઈ છે. સાવરકુંડલામાં નગરપાલિકામાં હાલ ભાજપની ટીમ સુકાન સંભાળી રહી છે. તેમણે ચૂંટણી સમયે નાવલી નદીમાં રિવરફ્રન્ટ બનાવવાની જાહેરાત કરી હતી. પણ ચોમાસુ નજીક આવી ગયું છે. તેવા સમયે નાવલીને ઉંડી ઉતારવાની કામગીરી પણ કરાઈ નથી. પાલિકા શહેરમાં કુમારશાળાથી ભુવા રોડ સુધી તાત્કાલિક નાવલી નદીને 10 ફૂટ ઉંડી ઉતારે તેવી વેપારીઓની માંગણી છે.

અન્ય સમાચારો પણ છે...