લોકોમાં ભય:કુંડલામાં સોસાયટી વિસ્તારમાં દીપડાના આંટાફેરા

સાવરકુંડલા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
વનવિભાગે સલામત રીતે દીપડાને પાંજરે પુરે તેવી લોકોની માંગ. - Divya Bhaskar
વનવિભાગે સલામત રીતે દીપડાને પાંજરે પુરે તેવી લોકોની માંગ.
  • ધોળા દિવસે રસ્તો ઓળંગી સોસાયટીમાં ઘુસ્યો : સીસીટીવીમાં કેદ, લોકોમાં ભય

અમરેલી જિલ્લામા રેવન્યુ વિસ્તારમા સિંહ દીપડાની સંખ્યા વધી હોય અવારનવાર વન્યપ્રાણીઓ છેક ગામ સુધી ઘુસી આવવાની ઘટના બની રહી છે. ત્યારે સાવરકુંડલામા નેસડી રોડ પર ધોળા દિવસે એક દીપડો રસ્તો ઓળંગી સોસાયટી વિસ્તારમા આંટાફેરા મારતો હોય લોકોમા ભય ફેલાયો હતો.

વન્યપ્રાણી સિંહ દીપડાઓ શિકારની શોધમાં ગામડાઓમાં ઘૂસતા હોવાનું તો અવારનવાર સામે આવે છે. પણ શહેરમા શિકારની શોધમાં એક ખૂંખાર દીપડો બે ત્રણ દિવસથી સાવરકુંડલા શહેરના નેસડી રોડ પર ધામા નાખીને બેઠો છે. આજે ભર બપોરે દીપડાએ નેસડી રોડના ગેઇટ નજીક શીવ લીલા રેસીડન્સી નજીક આ દીપડો બે ત્રણ દિવસથી હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે. આજે દીપડાએ સાવરકુંડલા શહેરમાં રસ્તો ક્રોસ કરીને સોસાયટી વિસ્તારમાં ઘૂસતો હોય તેવા સીસીટીવી પણ સામે આવતા શહેરીજનોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

બે ત્રણ દિવસથી દીપડાના ધામા સાવરકુંડલા શહેરના નેસડી રોડ પર હોય ત્યારે સ્થાનિકો દ્વારા દીપડો હોવા અંગેની રજુઆત પણ વનતંત્રને કરી છે. વનવિભાગ દ્વારા દીપડાને પકડવા પાંજરું મુકવાની ખાતરી આપી છે. ત્યારે બે ત્રણ દિવસમાં દીપડાના સાવરકુંડલા શહરમાં સતત આંટા ફેરાઓથી સ્થાનિક રહીશોમાં ચિંતાની લાગણીઓ ફેલાઈ છે. દીપડો કોઈ માનવી પર હુમલો કરે તે પહેલાં વનવિભાગ સલામત રીતે દીપડાને પાંજરે પુરે તેવો સુર ઉઠવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...