તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મવિલાેપનનાે પ્રયાસ:મામલતદાર કચેરીમાં શરીર પર કેરાેસીન છાંટી વકિલનો આત્મવિલાેપનનાે પ્રયાસ

અમરેલી, સાવરકુંડલા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વારંવાર પાેતાની વિરૂધ્ધ થતી અરજી અને લેન્ડગ્રેબીંગની રાવથી કંટાળીને ભર્યું પગલંુ

સાવરકુંડલાના અેક વકિલ સામે વારંવાર અરજીઅાે થઇ રહી હાેય અને તેની સામે લેન્ડગ્રેબીંગ અેકટ હેઠળ પણ કાર્યવાહી થઇ હાેય તેણે કંટાળી ગઇકાલે મામલતદાર અાેફિસમા શરીર પર કેરાેસીન છાંટી અાત્મવિલાેપનનાે પ્રયાસ કર્યાે હતાે. જેને પગલે પાેલીસે તેની સામે કાર્યવાહી શરૂ કરી છે.જયાં અહીના અેડવાેકેટ હિમતભાઇ બગડાઅે અાત્મ વિલાેપનનાે પ્રયાસ કરતા થાેડીવાર માટે અફડાતફડી મચી ગઇ હતી. તેમના વિરૂધ્ધ પાછલા કેટલાક સમયથી વારંવાર અરજીઅાે થઇ રહી હતી.

અને તેમની સામે લેન્ડગ્રેબીંગ અેકટ હેઠળ કાર્યવાહી કરવા પણ રજુઅાતાે થઇ હતી. જેના કારણે તેઅાે કંટાળી ગયા હતા.તેઅાે ગઇકાલે મામલતદાર કચેરીઅે પહાેંચી ગયા હતા. જયાં તેમણે ફિનાઇલ પીવાનાે પ્રયાસ કર્યાે હતેા. અેટલુ જ નહી શરીર પર કેરાેસીન છાંટી અાત્મ વિલાેપનનાે પ્રયાસ કર્યાે હતાે. તેઅાે અહી અેવુ પણ બાેલતા હતા કે મને વહિવટી તંત્ર કે પાેલીસ સામે પણ વાંધાે નથી. જે મારા વિરૂધ્ધ અરજીઅાે કરે છે તેની સામે વાંધાે છે. જાે કે અહી તેમને અાત્મ વિલાેપન કરવા દેવાયુ ન હતુ. તાબડતાેબ 108 અેમ્બ્યુલન્સ બાેલાવી તેમને સારવાર માટે હાેસ્પિટલે ખસેડાયા હતા.

મામલતદારની ફરજમાં રૂકાવટનાે ગુનો
દરમિયાન સાવરકુંડલાના મામલતદારે વકિલ હિમતભાઇ દાનજીભાઇ બગડા સામે પાેતાની પરવાનગી વગર જ કચેરીમા અાવી નાની બાેટલમાથી સફેદ પ્રવાહી પી માેટી બાેટલમાથી પ્રવાહી પાેતાના શરીર પર રેડી દિવાસળી સળગાવવાનાે અને અાત્મ વિલાેપનનાે પ્રયાસ કરી ફરજમા રૂકાવટ સબબ સ્થાનિક પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...