અભિયાન:કુંડલાના ગૃપે ધાર્મિક સ્થળાેઅે સફાઇ અભિયાન હાથ ધર્યુ

સાવરકુંડલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સરકાર દ્વારા છુટછાટ અપાયા બાદ માેટી સંખ્યામા પ્રવાસીઅાે ધાર્મિક સ્થળાેઅે ઉમટી પડયા હતા. જાે કે અહી પ્રવાસીઅાે પ્લાસ્ટિકનાે કચરાે જયાં ત્યાં ફેંકી દેતા હાેય અાજે સાવરકુંડલાના ફાેટાે અેન્ડ વિડીયાે અેસાે.ના સભ્યાેઅે ધાર્મિક સ્થળાેઅે સફાઇ અભિયાન હાથ ધર્યુ હતુ.અાવા સ્થળાેઅે માેટી સંખ્યામા સહેલાણીઅાે અાવ્યા હાેય અને જયાં ત્યાં પ્લાસ્ટિકનાે કચરાે ફેલાયેલાે હાેય અાજે અા ગૃપના સભ્યાેઅે લાખાપાદર નજીક બુઢેશ્વર મહાદેવ મંદિરની જગ્યા ખાતે સફાઇ અભિયાન હાથ ધર્યુ હતુ.

અહી સભ્યાેઅે 5 હજાર પ્લાસ્ટિકની ચમચીઅાે, 3 હજાર ડિસ્પાેઝેબલ વાટકા, 1500 જેટલી પ્લાસ્ટિકની ડીશ મળી કુલ 150 કિલાેગ્રામથી વધુ પ્લાસ્ટિકના કચરાનાે નિકાલ કરાયાે હતાે.પ્રકૃતિપ્રેમી મધુભાઈ ગજેરા, પ્રવિણભાઇ સાવજ, કરશનભાઈ ડોબરીયા વિગેરે દ્વારા ગૃપની અા પ્રવૃતિને બિરદાવવામાં અાવી હતી. સાથો સાથ આવા કાર્ય માટે કોઈ પણ સમયે સહકાર આપવાની ઉમદા ભાવના વ્યક્ત કરી હતી. અા કાર્યમા મયુરભાઈ સાવકા, જીગ્નેશભાઈ ઉપાધ્યાય, માયકલભાઇ, વિપુલગીરી, કેતનભાઇ મહેતા, મિહિર ઉપાધ્યાય, જીગર ઉપાધ્યાય વિગેરે જાેડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...