દુર્ઘટના:કુંડલાના યુવકનું પગ લપસી જતા ડેમમાં પડવાની મોત

સાવરકુંડલા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ડેમના પાળે પશુ ચરાવતા યુવાનને બેદરકારી ભારે પડી

સાવરકુંડલા નજીક એક માલધારી યુવાન ડેમના પાળે પશુ ચરાવી રહ્યો હતો ત્યારે અચાનક પગ લપસી જતા પાણીમા ડૂબી ગયો હતો. જેથી તેનુ મોત થયુ હતુ. યુવકના મોતની આ ઘટના સાવરકુંડલા નજીક નાના ભમોદ્રા પાસે આવેલા ડેમના પાળા નજીક બની હતી. અહીનો લાલાભાઇ નાનુભાઇ ગોહિલ (ઉ.વ.24) નામનો યુવાન અહી ડેમના પાળે પોતાના પશુ ચરાવી રહ્યો હતો ત્યારે અચાનક તેનો પગ લપસી જતા તે ડેમના પાણીમા ગરક થઇ ગયો હતો અને કાદવમા ખુપી ગયો હતો.

ઘટના અંગે જાણ થતા સ્થાનિક તરવૈયાની ટીમ અહી દોડી આવી હતી. બે કલાકની લાંબી જહેમત બાદ તરવૈયાઓએ આ યુવકનો મૃતદેહ પાણીમાથી બહાર કાઢયો હતો. ઘટના સ્થળ પર સાવરકુંડલાની 108 એમ્બ્યુલન્સ ઉપરાંત પાલિકાની ટીમ અને ફાયરબ્રિગેડની ટીમ તથા પોલીસ અને મામલતદારની ટીમ પણ દોડી આવી હતી.

અન્ય સમાચારો પણ છે...