સાવરકુંડલા લીલીયા વિસ્તારમાં ટીબીની બીમારીથી પરેશાન દર્દીઓ માટે સાવરકુંડલાની સેવાભાવી સદભાવના ગૃપ દ્વારા સાંસદ નારણભાઈ કાછડીયા અને ધારાસભ્ય મહેશભાઈ કસવાળાના માર્ગદર્શન તળે પોષણક્ષમ કીટનુ વિતરણ કરાયુ હતુ. સાવરકુંડલા સાંસદ કાર્યાલય ખાતે આરોગ્ય વિભાગના અધિકારીઓની હાજરીમાં દર્દી નારાયણોને કીટ વિતરણ કરવામાં આવી હતી.
આરોગ્ય ક્ષેત્રે સાવરકુંડલા લીલીયા વિસ્તારમાં ટીબી ગ્રસ્ત 150 જેટલા દર્દીઓ સરકાર દ્વારા નિશુલ્ક સારવાર થઈ રહી છે. લોકોનું આરોગ્ય સુખાકારી બને અને આવા ટીબી ગ્રસ્ત દર્દીઓને પોષણ આહાર મળી રહે તે માટે સાંસદ નારણભાઈ કાછડીયા અને ધારાસભ્ય મહેશભાઈ કસવાળા દ્વારા સદભાવના ગૃપને ટીબી ગ્રસ્ત કેટલાક દર્દીઓ અંગેની માહિતી લીધી હતી.
જેમાં સાવરકુંડલા શહેરના 60, સાવરકુંડલા તાલુકાના 64 અને લીલીયાના 31 થઈને કુલ 155 જેટલા ટીબી ગ્રસ્ત દર્દીઓને આરોગ્ય વિભાગના અધિકારીઓની હાજરીમાં પોષણમ આહારોની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે સાવરકુંડલા શહેર તાલુકા ભાજપના કાર્યકર્તાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
સાવરકુંડલા આરોગ્ય વિભાગના તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર એસ.બી.મીના, મેડિકલ ઓફિસર ડો.મનીષ જીયાણી, ડો.રશ્મિબેન રામાણી, તાલુકા હેલ્થ સુપરવાઈઝર સંજયભાઈ મહેતા, ટીબી કન્ટ્રોલ પ્રોગ્રામ સ્ટાફ વિજયભાઈ ઉપાધ્યાય, હિતેશભાઈ નીમ્બાક અને વિનોદભાઈ ખુમાણ પણ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.