સાવરકુંડલામા તાજેતરમા નવનિર્મિત બાયપાસને ખુલ્લો મુકવામા આવ્યો છે. જો કે અહી લગાવેલા સાઇન બોર્ડના કારણે અનેક વાહન ચાલકો મુંઝવણમા મુકાઇ જાય છે. અહી અમરેલી રોડથી મહુવા, રાજુલા તરફ જવા માટેના બાયપાસનુ લોકાર્પણ કરવામા આવ્યું હતુ. જેના કારણે હવે સાવરકુંડલા શહેરમા ટ્રાફિકની સમસ્યા હળવી બની છે. માર્ગ મકાન વિભાગ દ્વારા અહી મોટા સાઇન બોર્ડ મુકવામા આવ્યા છે. જેમા એક સાઇન બોર્ડમા લીલીયા, જેસર અને ગારીયાધાર તરફ જવાનો માર્ગ દર્શાવવામા આવ્યો છે. જો કે આ બાયપાસ કોવાયા પીપાવાવ પોર્ટ, રાજુલા અને મહુવા તરફનો છે.
તંત્રની આવી બેદરકારીના કારણે અનેક વાહન ચાલકો મુંઝવણમા મુકાઇ જાય છે. દિવસે તો વાહન ચાલકો કોઇને પુછે પરંતુ રાત્રીના સમયે વાહન ચાલકોને શું કરવુ ?. સાવરકુંડલામા સનરાઇઝ સ્કુલના મેનેજીંગ ટ્રસ્ટી પ્રતાપભાઇ ખુમાણ અહીથી દરરોજ વોકીંગમા નીકળે છે ત્યારે એક ટ્રક ડ્રાઇવરે તેમનુ આ બાબતે ધ્યાન દોર્યુ હતુ.તસવીર- સૌરભ દોશી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.