સાવરકુંડલામાં નગરપાલીકા દ્વારા જે દબાણો દૂર કરવામાં આવેલ જેમાં અમુક વ્યક્તિઓ દ્વારા ફરી પાછા દબાણ કરવા લાગેલ હોય અને ઓટાઓ ચણવાની હકીકત નાયબ પોલીસ અધિક્ષક એચ.બી.વોરાને ધ્યાને આવતા આજરોજ પોલીસ અને પાલિકાના કર્મચારીઓ દ્વારા સંયુકત ચેકીંગ હાથ ધરાયુ હતુ.
પોલીસ અધિકારી, કર્મચારીઓનો કાફલો લઇ તમામ જગ્યાએ ચેક કરવામાં આવ્યુ હતુ. તેમજ બસ સ્ટેન્ડની આજુબાજુમાં એકાદ બે ચા વાળા તથા લારીઓ વાળાઓએ ફરી લારી-દુકાન ચાલુ કરેલ અને કાઉન્ટર બહાર કાઢેલ હોય તે તાકીદે કાઉન્ટર અંદર લેવડાવેલ અને હવે પછીથી આવી કોઇ વ્યક્તિ કોઇ દબાણ કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને આવા દબાણો કરનારને પણ આજ રાત્રી સુધીમાં તેની લારી-દુકાન તાત્કાલીક ઉવી લેવા તાકિદ કરવામા આવી હતી. તસવીર-સૌરભ દોશી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.