કાર્યવાહી:સાવરકુંડલામાં વેરો ન ભરનાર 20 જેટલા આસામીના નળ કનેકશન કાપી નખાયા

સાવરકુંડલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પાલિકાની કાર્યવાહીથી લોકોમાં ફફડાટ. - Divya Bhaskar
પાલિકાની કાર્યવાહીથી લોકોમાં ફફડાટ.
  • પાલિકાઅે વેરા વસુલાત ઝુંબેશ સઘન બનાવી: 10ને વોરંટ પણ બજાવાયું

સાવરકુંડલા નગરપાલિકા દ્વારા બાકી વેરાે ઉઘરાવવા માટે ઝુંબેશ હાથ ધરી છે. શહેરમા અનેક લાેકાેઅે પાણી વેરાે, લાઇટ વેરાે ભર્યાે ન હાેય અાજે પાલિકાઅે અાવા 20 અાસામીના નળ કનેકશન કાપી નાખ્યા હતા. જેના કારણે બાકીદારાેમા ફફડાટ ફેલાયાે હતાે. શહેરમા અનેક અાસામીઅાે પાછલા ઘણા સમયથી પાલિકાનાે બાકી વેરાે ભરતા ન હાેય પાલિકા દ્વારા અાજે વેરા વસુલાત ઝુંબેશ હાથ ધરી હતી.

પાલિકાના કર્મચારીઅાેઅે અાજે અાવા 20 જેટલા બાકીદારાેના ઘરે પહાેંચી નળ કનેકશન કાપી નાખ્યા હતા. અા ઉપરાંત 10 જેટલા લાેકાેને વાેરંટ પણ બજાવ્યું હતુ. પાલિકા દ્વારા લાખાે રૂપિયાના વેરાની ઉઘરાણી કરવાની બાકી હાેય અનેક વખત બાકીદારાેને નાેટીસ અાપી જાણ કરવામા અાવી હાેવા છતા કાેઇ વેરાે ભરવા અાવતુ ન હાેય કડક કાર્યવાહી હાથ ધરાઇ હતી. અાગામી દિવસાેમા હજુ પણ બાકી વેરાે નહી ભરનારા સામે નળ કનેકશન કાપવા સહિતની કાર્યવાહી હાથ ધરવામા અાવશે.

અન્ય સમાચારો પણ છે...