કાર્યવાહી:સાવરકુંડલામાં હોસ્પિટલના કર્મચારીને 2.69 લાખની રકમ હાથમાં આવતા લાલચ જાગી અને લૂંટનું નાટક કર્યું

સાવરકુંડલા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અલગ અલગ જગ્યાએ છુપાવી દીધેલી રોકડ પોલીસે કબજે લીધી

સાવરકુંડલાના લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિરનો કર્મચારી ગઇકાલે બેંકમાથી 2.69 લાખની રોકડ રકમ ઉપાડી હોસ્પિટલે જતો હતો ત્યારે અજાણ્યા શખ્સે લુંટી લીધાની ઘટના બન્યા બાદ પોલીસે આ યુવકની આગવીઢબે પુછપરછ કરતા નાણા જોઇ તેને લાલચ જાગી હોય લુંટની ખોટી ફરિયાદ લખાવ્યાનુ ખુલ્યુ હતુ.

જેથી પોલીસે તેની સામે કાર્યવાહી શરૂ કરી છે. લુંટની ખોટી ફરિયાદની આ ઘટના સાવરકુંડલા શહેરમા બની હતી. અહીના લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિરના મેનેજીંગ ટ્રસ્ટી ભરતભાઇ નાનાલાલ જોષીએ ગઇકાલે આ બારામા અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમા તેણે જણાવ્યું હતુ કે તેમની હોસ્પિટલનો કર્મચારી વિશાલ કાળુભાઇ રાઠોડ ગઇકાલે હોસ્પિટલમા ચેક લઇ રૂપિયા 2.69 લાખની રોકડ રકમ ઉપાડવા માટે બેંકમા ગયો હતો.

બેંકમાથી આટલી રોકડ ઉપાડી આ યુવાન પરત હોસ્પિટલે જવા નીકળ્યો હતો ત્યારે ગરનાળા નજીક અજાણ્યા બાઇક ચાલકે તેનુ બાઇક આડુ નાખ્યુ હતુ અને રૂપિયા 2.69 લાખની રોકડ રકમ ભરેલી થેલી ઝુંટવી મહુવા રોડ પર નાસી ગયો હતો. વિશાલ રાઠોડે હોસ્પિટલના સતાવાળાઓને જાણ કર્યા બાદ ભરતભાઇ જોષીએ આ અંગે સાવરકુંડલા સીટી પોલીસમા ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન લુંટની આ ઘટનામા પ્રથમથી જ વિશાલ રાઠોડ શંકાના દાયરામા હતો. પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી.

પીઆઇ ગૌસ્વામીએ ઉલટ સુલટથી વિશાલની પુછપરછ કરતા તેનો ભાંડો ફુટી ગયો હતો અને ખરેખર લુંટની ઘટના બની જ ન હોવાની તેણે કબુલાત આપી હતી. તેણે પોલીસને જણાવ્યું હતુ કે પોતાને નાણાની જરૂર હોય અને આટલી મોટી રકમ હાથમા આવતા લાલચ જાગી હતી. જેથી તેણે લુંટનુ ખોટુ નાટક કર્યુ હતુ. જેને પગલે પોલીસે આ શખ્સને ઝડપી લઇ તેની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

અલગ અલગ જગ્યાએ રકમ છુપાવી હતી
પોલીસમા લુંટની ફરિયાદ લખાવતા પહેલા વિશાલે 2.69 લાખની રોકડ રકમ અલગ અલગ જગ્યાએ છુપાવી હતી. પોલીસે તેની પાસેથી આ રોકડ રકમ કબજે લીધી હતી.

લુંટ બાદ ગભરામણ થતી હોવાનું નાટક કર્યુ ં
સાવરકુંડલામા અમરેલી રોડ પર મારૂતીનગરમા રહેતા વિશાલ રાઠોડે લુંટ બાદ ઘટનાના કારણે પોતે એકદમ ગભરાઇ ગયો હોય અને છાતીમા ગભરામણ થતી હોય તેવુ નાટક પણ કર્યુ હતુ. જેને પગલે તેને સારવાર માટે હોસ્પિટલમા પણ ખસેડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...