તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીકરણ:કુંડલામાં હાેમગાર્ડ જવાનોઓ કાેરાેના વેક્સિન લીધી

સાવરકુંડલા24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રસીકરણ ઝુંબેશ વેગવંતી બની, ભય વિના લાેકાેને રસી લેવા અનુરાેધ

અમરેલી જિલ્લામા કાેરાેનાથી રક્ષણ મેળવવા રસીકરણ ઝુંબેશ હવે વેગવંતી બની રહી છે. ત્યારે અાજે સાવરકુંડલામા તમામ હાેમગાર્ડ જવાને કાેરાેનાની વેકસીન લીધી હતી. અા ઉપરાંત અહીની સરકારી હાેસ્પિટલ ખાતે પણ પાેલીસ જવાન તેમજ ફ્રન્ટલાઇન વાેરીયર્સે રસી લીધી હતી. સાવરકુંડલા હોમગાર્ડ જવાનોને અમરેલી જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ અશોકભાઈ જોષીની સૂચના અનુસાર સાવરકુંડલા હોમગાર્ડ યુનિટના તમામ હોમગાર્ડ જવાનોએ કોરોનાં વાયરસની ગંભીર પરિસ્થિતિમાં કોરોનાં વોરિયર્સ તરીકે ફરજ બજાવી હતી.

ત્યારે અાજે અહી 94 જવાન પૈકી 74 જવાનાેઅે રસી લીધી હતી. આ તકે ઈન્ચાર્જ હોમગાર્ડ કમાન્ડર હંસાબેન મકાણી, હોમગાર્ડ કમાન્ડર પ્રવીણભાઈ સાવજ, સિનિયર પ્લાટુન ચાર્જન્ટ હીમાંશુભાઈ ભટ્ટ, સેક્શન લીડર કેતન પંડયા તથા અમીતગીરી ગોસ્વામી વિગેરે ઉપસ્થિત રહી રસી મેળવી હતી. અા ઉપરાંત સાવરકુંડલા કે. કે હોસ્પિટલ ખાતે પણ રસીકરણનો તબક્કો શરૂ થઈ થયાે હતાે. સાવરકુંડલાનાં પોલીસ વિભાગ, હોમગાર્ડ જવાન અને ડોક્ટરાેઅે આ રસીકરણનો લાભ લેતાં જોવા મળ્યાં છે.

આ કોરોના રસીકરણ માટે લોકોએ કોઈ પણ પ્રકારનો સંકોચ કે ભય રાખ્યા વગર જ્યારે તેમનો વારો આવે ત્યારે નિસંકોચ રસી મૂકાવવી જોઈએ તેવી અપીલ રસી લેતાં સમયે સાવરકુંડલા મામલતદાર દેસાઇઅે કરી હતી. 92 વર્ષની ઉંમરે ડો. ઉષાકાંત વોરાઅે પણ રસીકરણનો લાભ લીધેલો છે. સાવરકુંડલા શહેરનાં પ્રતિષ્ઠિત અને ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનનાં સાવરકુંડલાનાં પ્રેસિડેન્ટ ડો. વડેરા તથા ડો. લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરનાં ડો. શર્માઅે પણ વેક્સીનનાે પ્રથમ ડોઝ લીધાે હતાે. આરોગ્ય વિભાગની ટીમ ડો. મીના, ડો. મયૂર પારઘી, ડો. રીપલબહેન મહેતા તેમજ સમગ્ર ટીમ ખડેપગે કામગીરી કરી રહી છે.

જાફરાબાદમાં પણ રસીકરણ​​​​​​​
​​​​​​​જાફરાબાદ ખાતે બ્લાેક હેલ્થ દ્વારા રસીકરણ કાર્યક્રમનુ અાયાેજન કરાયુ હતુ. અહી પાલિકાના ચીફ અાેફિસર ચારૂબેન માેરી સહિતે વેકસીન લીધી હતી.

અમરેલી જિલ્લામાં કાેરાેનાના નવા 7 કેસ નાેંધાયા
​​​​​​​તાે બીજી તરફ અાજે અમરેલી જિલ્લામા કાેરાેનાના નવા 7 કેસ સામે અાવ્યા હતા. હાલ 27 દર્દીઅાે સારવાર હેઠળ છે. તાે અાજે અેક દર્દીને સારૂ થઇ જતા હાેસ્પિટલમાથી રજા અાપી દેવામા અાવી હતી. અામ જિલ્લામા અત્યાર સુધીમા કાેરાેનાના કેસની કુલ સ|ખ્યા 3817 પર પહાેંચી હતી.
​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો