તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરેશાની:બાઢડા ગામે માલ ગાડીનું એન્જિન બંધ પડતા ફાટક બે કલાક બંધ રહ્યું

વિજપડી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 3 કિમી સુધી વાહનોના થપ્પા : ચાલુ વરસાદમાં વાહન ચાલકો પરેશાન થયા
  • ભારે વરસાદથી કાચા રસ્તા બંધ: બીજુ એન્જિન આવ્યા બાદ વાહન વ્યવહાર શરૂ થયો

સાવરકુંડલા તાલુકાના બાઢડા રેલવે ફાટકે માલગાડીનું એન્જિન બંધ પડી જતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. બે કલાક સુધી ત્રણ કિલોમીટર સુધી વાહનોના થપ્પા લાગ્યા હતા. ચાલુ વરસાદમાં માલગાડી બંધ પડી જતા વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી હતી.

પ્રાપ્ત વિગત મુજબ, સાવરકુંડલાના બાઢડા રેલવે ફાટક પર દિવસ દરમિયાન 13 જેટલી ટ્રેન પસાર થાય છે. ગઈ કાલે સાંજે 6:30 વાગ્યે પીપાવાવ તરફથી એક માલગાડી બાઢડા રેલવે ફાટક પરથી પસાર થઇ રહી હતી. ત્યારે જ માલગાડીનું એન્જિન કોઈ કારણોસર ફાટક વચ્ચે બંધ પડી ગયું હતું. જેના કારણે ફાટક ખુલ્લી શક્યું ન હતું. અને બાઢડા પાસે રાજુલા રોડ પર ફાટકની બંને તરફ ત્રણ કિલોમીટર સુધી વાહનોના થપ્પા લાગ્યા હતા. ચાલુ વરસાદ હોવાથી વધારે પરેશાની થતા વાહન ચાલકોએ રેલવે તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો.

રાત થવા છતાં પણ વાહન વ્યવહાર શરૂ ન થતા વાહન ચાલકોએ ગ્રામ્ય વિસ્તારના કાચા રસ્તાઓ પસંદ કર્યા હતા. પરંતુ સાવરકુંડલામાં ધોધમાર વરસાદ હોવાથી ગામડાઓમાં કાચા રસ્તા પણ બંધ થયા હતા. અને વાહન ચાલકો પરેશાન થયા હતા. અંતે રાત્રે 8: 30 કલાકે ટ્રેનનું અન્ય એન્જિન આવ્યા બાદ ફાટક વચ્ચે બંધ પડેલી માલગાડી દૂર થઈ હતી. અને વાહન વ્યવહાર શરૂ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...