સાવરકુંડલા તાલુકાના આંબરડીમા આવેલ એક ખેતરમા વિજપોલમા શોકસર્કિટ થતા 250 મણ ઘઉંનો તૈયાર પાક બળી જતા ખેડૂતને નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. ખેતરમા આગની આ ઘટના સાવરકુંડલા તાલુકાના આંબરડીમા બની હતી. અહી રહેતા ખેડૂત ભરતભાઈ કસવાળાના ખેતરમા 5 વિઘાના ઘઉંનો તૈયાર પાક આજે નજર સામે જ જોતજોતામાં બળીને ખાક થઈ ગયો હતો.
આંબરડી ગામ નજીક આવેલ ભરતભાઈ કસવાળાની વાડીમાં ઘઉંના વાવેતર વચ્ચે પીજીવીસીએલનો વીજપોલ પસાર થતો હોય આજે બપોરે વીજપોલમાં એકાએક શોકસર્કિટ થતાં તૈયાર ઉભેલા 250 મણ જેટલા ઘઉં બળી ગયા હતા.
ઘઉંમાં આગ લાગવાની ઘટના બનતા જ ખેડૂત ભરતભાઈ કસવાળાએ ગામના સરપંચ પ્રેમજીભાઈ બગડા અને તલાટી કમ મંત્રી ભગવાનજીભાઈ ચાવડાને જાણ કરતા તેઓ દોડી ગયા હતા. ખેડૂતે વીજપોલમાંથી શોકસર્કિટના કારણે આગ લાગી હોય પીજીવીસીએલ પાસે નુકસાનીના વળતરની આશાએ માંગ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.