સુવિધા:સાવરકુંડલા રેલવે સ્ટેશન પર ડિઝીટલ કોચ નંબર સિસ્ટમ લગાવો

સાવરકુંડલા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રેન આવે ત્યારે યાત્રિકોને દોડાદોડી કરવી પડે છે: 1 માસમાં લગાવી દેવાશે

સાવરકુંડલા રેલવે સ્ટેશન ખાતેથી સુરત તેમજ મુંબઇની ટ્રેનો ઉપડે છે. અહી કાયમી મોટી સંખ્યામા લોકો મુસાફરી કરતા હોય છે. પરંતુ રેલવે સ્ટેશન પર ડિઝીટલ કોચ નંબરની સીસ્ટમ ન હોય ટ્રેન આવે ત્યારે કોચમા બેસવા મુસાફરોને દોડાદોડી કરવી પડી રહી છે. સાવરકુંડલાથી સુરત તેમજ મુંબઈની ટ્રેનો ઉપડે છે.

તેમાં કાયમી સાવરકુંડલાથી 400થી વધુ યાત્રીકો પ્રવાસ કરે છે. આ પ્રવાસીઓ દરરોજ જે પ્રમાણે કોચ જે જગ્યા પર આવે તેમ બીજાને પુછીને અથવા ઓનલાઇન જોઇને ઉભા રહે છે. પણ હમણા ઘણીવાર રીવર્સ માર્શલીંગના કારણે કોચની જગ્યા બદલી જાય છે. જેમ કે AC કોચ A1 એન્જીનથી ત્રીજો હોય છે. પણ ટ્રેન આવે ત્યારે ખબર પડે કે તે કોચ છેલ્લેથી ત્રીજો થઈ ગયો છે.

ટ્રેન આવ્યા બાદ યાત્રીકો પ્લેટફોર્મ ઉપર દોડાદોડી અને બુમાબુમ કરે છે. અને વૃધ્ધ યાત્રીકોને તો પારવાર મુશ્કેલી પડે સામાન લઈને કેમ દોડવું ?આવી સ્થિતી અત્યારે સાવરકુંડલા રેલ્વે સ્ટેશનમાં જોવા મળી રહી છે. આ બાબતે સ્ટેશન માસ્તરને પુછતા તેમણે જણાવ્યું હતુ કે ડીજીટલ કોચ નંબર સીસ્ટમનું કામ શરૂ છે.અંદાજે એક મહિના પછી આ સુવિધા શરૂ થઈ જશે. તસવીર- સૌરભ દોશી

અન્ય સમાચારો પણ છે...