વાહન ચાલકો પરેશાન:કુંડલામાંથી પસાર થતો હાઇવે બિસ્માર

સાવરકુંડલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
હાઇવે પર ઠેર-ઠેર ખાડાઅાે પડી જતા વાહન ચાલકાે પરેશાન થઇ ગયા છે. - Divya Bhaskar
હાઇવે પર ઠેર-ઠેર ખાડાઅાે પડી જતા વાહન ચાલકાે પરેશાન થઇ ગયા છે.

સાવરકુંડલામાથી પસાર થતાે હાઇવે સુર્યાેદય પેટ્રાેલપંપથી મહુવા રાેડ સુધી બિસ્માર હાલતમા બની ગયાે છે. ઠેરઠેર ખાડાઅાે પડી જતા વાહન ચાલકાે પરેશાન થઇ ગયા છે. અા પ્રશ્ને શહેર ભાજપ પુર્વ મંત્રી દ્વારા નાયબ ઇજનેરને રજુઅાત પણ કરવામા અાવી છે.

સાવરકુંડલા શહેર ભાજપના પુર્વ મંત્રી રામદેવસિંહ ગાેહિલ દ્વારા કરાયેલી રજુઅાતમા જણાવાયું હતુ કે સૂર્યોદય પેટ્રોલ પંપથી મહુવા રોડ ગેઇટ સુધીનો રસ્તો સાવ જર્જરીત થઇ ગયો છે. ઠેરઠેર મોટા ખાડાઓ પડી ગયેલા છે. વાહન ચાલકો અને રાહદારીઓને ચાલવામાં ખુબ જ મુશ્કેલી પડી રહી છે. જે તે સમયે કોન્ટ્રાકટરો અને માર્ગ અને મકાન વિભાગના સંબંધિત અધિકારીઓની મિલીભગતથી આ રોડનુ કામ સાવ નબળુ થયેલું છે.

જેથી સરવાળે જનતાને ભોગવવાનું રહ્યુ છે.હાલમાં ચોમાસું ચાલી રહ્યું હોય આ રોડના ખાડાઓમા પાણી ભરાવાથી અવારનવાર તેમા વાહનો ફસાઇ જાય છે. તેમજ નાનામોટા અકસ્માતો પણ થાય છે. અનેક વખત રજુઅાત કરાઇ છે. પરંતુ આજદિન સુધી આ રસ્તાના રીપેરીંગની કોઈ કામગીરી કરવામાં આવી નથી. આ અંગે પૂર્વ કૃષિ મંત્રી વી.વી.વઘાસીયાને પણ રજુઅાત કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...