તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:નેસડીમાં બેંક ઓફ બરોડાની શાખામાં ગ્રાહકોને પરેશાની

સાવરકુંડલા23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અપુરતા સ્ટાફના કારણે ગ્રાહકાેને કામ થઇ શકતા નથી

સાવરકુંડલા તાલુકાના નેસડી ગામે અાવેલ બેંક અાેફ બરાેડાની શાખામા અપુરતા સ્ટાફને કારણે અહી અાવતા ગ્રાહકાેને પારાવાર મુશ્કેલી પડી રહી છે. ત્યારે કામકાજમાં વિલંબ ન થાય અને લોકોને ઝડપી બેંકિંગ સુવિધા મળી રહે તેવી માંગ ઉઠી છે.સરકારની નેમ તો બેંકિંગ સેકટરને મજબૂત કરવાની હોય પરંતુ ઘણી વખત સાચી પરિસ્થિતિની સમીક્ષા પણ થવી ખૂબ જરૂરી છે. સાવરકુંડલા તાલુકાના નેસડી ગામે બેંક ઓફ બરોડા ખાતે બેંકિંગ કામગીરીમાં લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે.

આ બેંકમાં એક હેડ કેશિયર, એક ઓફિસર અને આસીસ્ટન્ટ મેનેજર તથા એક પટ્ટાવાળાનો સ્ટાફ છે. હાલ કેશિયર તરીકે કામ કરતાં કર્મચારીને કલેરીકલ કામગીરી પણ સંભાળવી પડે છે. એટલે લોકોનાં નાણાં લેવડ દેવડ કે બેન્કિંગને લગતાં કામકાજમાં વિલંબ થાય એ પણ સ્વાભાવિક છે. આને કારણે બેંકમાં લાંબી લાઈનો રહે છે. આમ તો આ બેંકમાં પહેલાં બે ક્લાર્કની જગ્યાએ આજે માત્ર એક હેડ કેશિયર કમ ક્લાર્ક હોય કામનું ભારણ પણ વધે.

અને ફિક્સડ ડિપોઝીટની રીન્યૂ રસીદમા પ્રિન્ટ પણ નથી કાઢી દેતા મેન્યુઅલ હાથેથી લખી દે છે.વળી દેનાબેંકનું બેક ઓફ બરોડામાં વિલીનીકરણ થવાથી એકાઉન્ટ હોલ્ડરને નવા એકાઉન્ટ નંબર સાથે નવી પાસ બુક આપવાની થતી હોય આસપાસનાં ચાર પાંચ ગામની બેંક ખાતેદારોનો ધસારો પણ વધારે હોય અહીં પુરતા પ્રમાણમા સ્ટાફ રાખવામા અાવે તેવુ ગ્રાહકાે ઇચ્છી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો