સાવરકુંડલાની શૈક્ષણિક ક્ષેત્રે અગ્રેસર રહીને સામાજિક સેવાના કામોમાં અગ્રેસર સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા સનાદી મૂળ અક્ષર સ.ગુ. ગોપાળાનંદ સ્વામી વંદના મહોત્સવ આગામી 9મી તારીખે યોજાશે. અહી મહોત્સવ તેમજ બ્રહ્મ ચોર્યાશીનું સુંદર આયોજન થઈ રહ્યું હોય જે અંગે સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો મહંતો દ્વારા તડામાર તૈયારીઓ થઈ રહી છે.
તારીખ 9 જાન્યુઆરીથી સ.ગુ.ગોપાળાનંદ સ્વામી વંદના મહોત્સવનો પ્રારંભમાં સાત દિવસ સુધી ચાલશે. આ ભવ્ય વંદના મહોત્સવ અંતર્ગત શ્રીમદ ભાગવત કથાના માધ્યમથી શાસ્ત્રી સ્વામી હરિપ્રસાદદાસજીના મુખે કથાનું શ્રવણ કરાવશે. અને 7 દિવસના સ.ગુ.ગોપાળાનંદ સ્વામી વંદના મહોત્સવમાં રાત્રિના અલગ અલગ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાર્થી બાળકો દ્વારા પણ આ મહોત્સવને ચાર ચાંદ લગાવવા માટે અલગ પ્રકારના જ આયોજનો કરવામાં આવી રહ્યા છે. તારીખ 9ના રોજ શ્રીમદ ભાગવત કથાની ભવ્ય શોભાયાત્રા સાવરકુંડલા શહેરના નેસડી રોડ પરિમલ સોસાયટી ખાતેથી પ્રસ્થાન સવારે 8 કલાકે થશે.
જે ભવ્ય શોભાયાત્રા ગુરુકુળ પરિસરમાં રંગે ચંગે પહોંચશે અને ઉત્સવના પ્રથમ દિવસે જ સમસ્ત સાવરકુંડલા બ્રહ્મ સમાજની ચોર્યાશી પણ યોજાશે. શાસ્ત્રી સ્વામી ભગવત પ્રસાદદાસજી સહિત સંતો અને હરિભકતો દ્વારા હાલ મહોત્સવને લઇને તૈયારીઓ કરવામા આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.