ડિરેકટરો માટે ચુંટણી:કુંડલા નાગરિક બેંકમાં પ્રથમ વખત સંપૂર્ણ બોર્ડ બિનહરીફ

સાવરકુંડલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બિન હરીફ થયેલા ડિરેકટરો તસવીરમાં નજરે પડે છે. - Divya Bhaskar
બિન હરીફ થયેલા ડિરેકટરો તસવીરમાં નજરે પડે છે.
  • 66 વર્ષમાં પ્રથમ વખત 11 ડિરેકટર બિનહરીફ થયા

સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની 11 ડિરેકટરાે માટે ચુંટણી યાેજાઇ હતી. અાજે ફાેર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ હતી. ચુંટણીમા 19 ઉમેદવારાે પૈકી અેક ફાેર્મ રદ થયુ હતુ અને 7 ઉમેદવારાેઅે બેંકના હિતમા ફાેર્મ પરત ખેંચતા 11 ડિરેકટરાે અેટલે કે સંપુર્ણ બાેર્ડ પ્રથમ વખત બિનહરીફ થયુ હતુ. સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની સ્થાપનાને 66 વર્ષ જેટલાે સમય થયાે છે. ત્યારે બેંકના ઇતિહાસમા પ્રથમ વખત સંપુર્ણ બાેર્ડ બિનહરીફ થયુ હતુ. બેંકના 11 ડિરેકટરાે માટે ચુંટણી યાેજાઇ હતી.

અાજે ફાેર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે સામાન્ય કેટેગરીમા કુલ 13 ઉમેદવારાેઅે ઉમેદવારી કરી હતી. અનુસુચિત જાતિ, અાદીજાતિ કેટેગરીમા 4 ઉમેદવારાે તેમજ મહિલા અનામત કેટેગરીમા 2 મહિલાઅાેઅે ઉમેદવારી નાેંધાવી હતી. ઉમેદવારી ચકાસણીમા સામાન્ય કેટેગરીમા અેક ફાેર્મ નામંજુર થયુ હતુ. તેમજ અનુસુચીત જાતિ, અાદીજાતિ કેટેગરીમા અેક ફાેર્મ નામંજુર થયુ હતુ. સામાન્ય કેટેગરીમા 12 ઉમેદવારાે રહેતા તેમાથી 4 ઉમેદવારાેઅે ફાેર્મ પરત ખેંચી લીધા હતા.

જયારે અેક ઉમેદવાર બાકી રહ્યાં હતા. અામ કુલ 19 ઉમેદવારાે પૈકી અેક ફાેર્મ રદ થયુ હતુ અને 7 ઉમેદવારાેઅે બેંકના હિતમા ફાેર્મ પરત ખેંચતા તમામ 11 ડિરેકટરાે બિનહરીફ ચુંટાઇ અાવ્યા હતા. જેમા પરાગકુમાર ત્રિવેદી, પ્રવિણકુમાર સાવજ, રમેશભાઇ જયાણી, કેશુભાઇ લાડવા, વિજયભાઇ ડાેડીયા, ભરતકુમાર માનસેતા, સંદિપકુમાર ભટ્ટ, હિરેનકુમાર સુચક, ધીરજલાલ બગડા, ચેતનાબેન ધંધુકીયા, અને મીનાબેન ધર્મેન્દ્રભાઇ ચાૈહાણ બિનહરીફ ચુંટાઇ અાવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે નાગરિક સહકારી બેંકની સ્થાપનાના 66 વર્ષ બાદ પ્રથમ વખત સંપુર્ણ બાેર્ડ બિનહરીફ થયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...