સાવરકુંડલા જીરા ગામ પાસે રેલવે ફાટક પાસે કોઈ કારણોસર આગ લાગી હતી. જેના કારણે મેદાનમાં રહેલ ઘાસ બળીને ખાક થઈ ગયું હતું. અમરેલી ફાયર ફાઈટરની ટીમે ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો હતો. જીરામાં લીલીયા રોડ વચ્ચે આવેલ 50 નંબરના ફાટક પાસે બપોરે 4: 45 વાગ્યાના અરસામાં કોઈ કારણોસર વિકરાળ આગ લાગી હતી.
આગના કારણે ફાટકની બાજુમાં રહેલ મેદાનમાં ઘાસ બળીને ખાક થઈ ગયું હતું. જો કે આ ઘટનામાં સદનસીબે કોઈ નુકશાની થઈ ન હતી. આગની જાણ જિલ્લા ફાયર સ્ટેશનમાં કરાઈ હતી. ફાયર ફાયટરના હરેશભાઈ સરતેજાએ જણાવ્યું હતું કે જીરા પાસે રેલવે ફાટક પાસે આગ લાગી હતી. જેના કારણે કમલેશભાઈ જોષી, કૃષ્ણભાઈ ઓળકીયા અને હર્ષપાલ ગઢવીએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.