તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી કરવાની માંગ:મહુવા રોડ પર મેડિકલ વેસ્ટનો નિકાલ

સાવરકુંડલા5 દિવસ પહેલા
 • કૉપી લિંક
મેડિકલ વેસ્ટ ખાનાર પશુઓના આરોગ્યની તપાસ કરો: ગૌપ્રેમીઓ - Divya Bhaskar
મેડિકલ વેસ્ટ ખાનાર પશુઓના આરોગ્યની તપાસ કરો: ગૌપ્રેમીઓ
 • કોરોના વચ્ચે મેડિકલ વેસ્ટ ખુલ્લામાં નાખનાર હોસ્પિટલ સામે કાર્યવાહી કરો

સાવરકુંડલાના મહુવા રોડ પર ખુલ્લા પ્લોટમાં કોઈ મેડિકલ વેસ્ટ ફેંકી ગયું હતું. અહીં ઇન્જેક્શન અને દવાઓના પેકેટ ગાયો ખાતી હતી. સાવરકુંડલામાં કોરોના મહામારી સમયે લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર સામે તંત્ર કાર્યવાહી કરે તેવી લોકોમાં માંગણી ઉઠી છે.સાવરકુંડલાના મહુવા રોડ નજીક અનેક હોસ્પિટલ ધમધમે છે. પણ મહુવા રોડ પર આજે ખુલ્લા પ્લોટમાં મેડિકલ વેસ્ટ ફેંકેલો જોવા મળ્યો હતો. અત્યારે કોરોના મહામારી સમયે કોઈએ લોકોના આરોગ્ય સાથે ખીલવાડ કર્યો હતો.

તેમ છતા પણ અમાનવીય કૃત્ય કરનાર તત્વો સામે તંત્ર ચૂપ જોવા મળે છે. શહેરના મહુવા રોડ પર ખુલ્લા પ્લોટમાં ઠાલવેલા મેડિકલ વેસ્ટને રેઢિયાળ પશુઓ ખાતા હતા. સાવરકુંડલામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. તેવા સમયે ખુલ્લી જગ્યામાં મેડિકલ વેસ્ટ નાખવામાં આવતા લોકો પણ ભયભીત બન્યા હતા. શહેરમાં ખુલ્લી જગ્યામાં મેડિકલ વેસ્ટ ફેંકનારા સામે તંત્ર કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠી છે.

કુંડલાના મહુવા રોડ પર મેડિકલ વેસ્ટ પશુઓએ ખાતા હોય તેવા દ્રશ્ય જોવા મળ્યા હતા. અહીં પશુઓને જોવા મળી હતી. જેના કારણે પશુઓના આરોગ્યની તપાસ કરવા શહેરના ગૌપ્રેમીઓમાં માંગણી ઉઠી હતી. તસવીર- સૌરભ દોશી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો