સમસ્યા:જીરા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જર્જરીત

સાવરકુંડલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
હાલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ગાબડા પડી રહ્યા છે. છતા હજુ સુધી સમારકામ કરાયુ નથી. - Divya Bhaskar
હાલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ગાબડા પડી રહ્યા છે. છતા હજુ સુધી સમારકામ કરાયુ નથી.
  • 2 વર્ષથી નવા બિલ્ડીંગની મંજુરી પણ કામગીરી નહી

સાવરકુંડલા તાલુકાના જીરામાં આવેલ આરોગ્ય કેન્દ્ર જર્જરીત હાલતમાં જોવા મળે છે. અહી આવતા દર્દીઓને અકસ્માતનો ભય છે. પણ નવા બિલ્ડીંગની બિલ્ડીંગની કામગીરી માટે બે વર્ષથી મંજુરી મળી ગઈ છે. પણ તંત્રના પાપે અત્યાર સુધીમાં કામગીરી જ શરૂ થઈ નથી. ત્યારે અહી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવા માટે લોક માંગણી ઉઠી છે.

જીરામાં આઠ હજાર જેટલા લાેકાે વસવાટ કરે છે. અહીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજુબાજુના 11 ગામના લોકો સારવાર માટે આવે છે. પરંતુ અહી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રોજની 50 જેટલી ઓપીડી હાથ ધરવામાં આવે છે. ઉપરરાંત સગર્ભા મહિલાઓને સારવાર અપાઈ રહી છે. પણ અહીનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જર્જરીત હાલતમાં છે. દર્દીઓ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પ્રવેશે તો તેમનું ખુલ્લા સળીયાઓથી સ્વાગત થાય છે.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ગાબડા પડી રહ્યા છે. અહી નવા બિલ્ડીંગની કામગીરી છેલ્લા બે વર્ષથી મંજુર થઈ છે. પરંતુ હજુ સુધી અહી કામગીરી શરૂ જ કરવામાં આવી નથી. ત્યારે તંત્ર અહી તાત્કાલીક નવા બિલ્ડીંગની કામગીરી કરે તેવી લોક માંગણી ઉઠી હતી.

અન્ય સમાચારો પણ છે...