રજૂઆત:વિજપડીમાં PSIની પોસ્ટવાળું પોલીસ સ્ટેશન મંજૂર કરવા માંગ

વિજપડી2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાલુકા પંચાયતના ઉપપ્રમુખની ગૃહમંત્રીને રજૂઆત

સાવરકુંડલા તાલુકાના વિજપડીમાં પીએસઆઈની પોસ્ટવાળું પોલીસ સ્ટેશન મંજુર કરવા માટે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વિજયભાઈ ચાવડાએ ગૃહમંત્રીની રજૂઆત કરી હતી. અહી વધતી ગુનાહિત પ્રવૃતિને ડામવા માટે પોલીસ સ્ટેશન કાર્યરત કરવા તેમણે માંગણી કરી હતી. વિજપડી જિલ્લાનું સૌથી મોટું છેવાડાનું ગામ છે. આજુ બાજુના 35થી વધારે ગામોમાંથી લોકો વ્યાપર અર્થે આવે છે.

આ ઉપરાંત અહીથી રાજુલા અને પીવાવાવ જવાનો રોડ પણ પસાર થઈ રહ્યો છે. અહી સતત મોટા વાહનનોની અવર- જવર હોવાથી ટ્રાફિકની સમસ્યા પણ વકરી છે. તેમજ વિજપડી તેમજ નજીકના ગામડામાં ગુનાહિત પ્રવૃતિઓમાં પણ વધારો થયો છે.વિજપડીમાં અત્યારે એએસઆઈની પોસ્ટવાળું પોલીસ સ્ટેશન કાર્યરત છે. પણ વધતા જતા ગુનાઓને ડામવા માટે અહી પીએસઆઈની પોસ્ટવાળા પોલીસ સ્ટેશનની મંજુરી આપવા માં ગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...