તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિમણૂંક:સાવરકુંડલા મામલતદાર કચેરીમાં પૂરતા સ્ટાફની નિમણૂંક કરવા માંગ

સાવરકુંડલા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • યુવા ભાજપના ઉપ પ્રમુખની નાયબ કલેકટરને રજુઆત

સાવરકુંડલા મામલતદાર કચેરીમાં પુરતા સ્ટાફની નિમણુંક કરવા માટે જિલ્લા યુવા ભાજપના ઉપપ્રમુખે નાયબ કલેકટરને રજુઆત કરી હતી. કચેરીમાં કર્મચારીઓની ઘટના કારણે અરજદારોના કામો સમયસર ન થતા હોવાથી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જિલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ રામદેવસિંહ ગોહિલે જણાવ્યું હતું કે સાવરકુંડલા તાલુકામાં 78 જેટલા ગામડાઓ આવેલા છે.

જેની કામગીરી માટે અરજદારો મામલતદાર કચેરીએ આવતા હોય છે. પરંતુ લાંબા સમયથી મામલતદાર કચેરીમાં મોટાભાગના વિભાગમાં કર્મચારીઓની ઘટ છે. જેના કારણે અરજદારોની કામગીરી સમયસર થતી નથી. અહીં દૂરના ગામડાઓમાંથી લોકોને એક કામ માટે બે થી ત્રણ ધક્કા ખાવા પડે છે.

ત્યારે તાત્કાલિક મામલતદાર કચેરીમાં પુરતા સ્ટાફની નિમણુંક કરવા નાયબ કલેકટરને રજુઆત કરી માંગણી કરી છે. જેમની સાથે ઘનશ્યામભાઈ ડોબરીયા, હેમાંગ ગઢીયા, જયસુખભાઈ નાકરાણી અને અરવિંદ મેવાડા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.તસ્વીર - સૌરભ દોશી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો