અભિયાન:સાવરકુંડલામાં બીએપીએસના 100 બાળકોનું વ્યસનમુક્તિ અભિયાન

સાવરકુંડલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 20મી સુધી ચાલનારા અભિયાનમાં 10 હજાર લોકોનો સંપર્ક કરાશે

સાવરકુંડલામા બીએપીએસના નેજા હેઠળ 100થી વધુ બાળકોએ વ્યસનમુકિત અભિયાન શરૂ કર્યુ છે. જેમા 10 હજાર લોકોને વ્યસનમુકિતનો સંદેશ પુરો પાડવા સંદેશ અપાઇ રહ્યો છે. આ અભિયાનની શરૂઆત 8મી મેથી કરવામા આવી છે. બીએપીએસ સંસ્થાના નેજા હેઠળ 100થી વધુ બાળકો બાલિકાઓ વ્યસનમુકિત અને પ્રકૃતિ સંવર્ધન અંગે સંદેશ આપી રહ્યાં છે. આ બાળકો દ્વારા સાવરકુંડલા શહેરના તમામ જાહેર સ્થળો, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, હોસ્પિટલ વિગેરે સ્થળો પર જઇ લોકોને વ્યસનમુકિતનો સંદેશ આપવામા આવી રહ્યો છે.

ઉપરાંત પ્રકૃતિનુ સંવર્ધન કરવા અંગે પણ અપીલ કરવામા આવી રહી છે. આ બાળકો હિરાના કારખાના, શહેરના મુખ્ય માર્ગો વિગેરે સ્થળો પર પણ લોક સંપર્ક કરી રહ્યાં છે. અત્યાર સુધીમા 10 હજાર લોકોને આ રીતે સંદેશ અપાયો છે. આ અભિયાન આગામી 30મી તારીખ સુધી ચાલશે તે દરમિયાન 10 હજારથી વધુ લોકોને વ્યસનમુકત કરાશે. આગામી સપ્તાહે શહેરના મુખ્ય માર્ગો પર પ્રદર્શન પણ ગોઠવવામા આવશે. અહી બાલિકાઓ ઘરે ઘરે જઇ પાણી અને વિજળી બચાવો તથા વૃક્ષો વાવવા જેવા મુદા પર લોકો સાથે વાત કરી રહી છે. તસવીર- સૌરભ દોશી

અન્ય સમાચારો પણ છે...