પક્ષીને બચાવવા અભિયાન:કુંડલામાં ઉત્તરાયણના પર્વ પર ઘાયલ પક્ષીની સારવાર માટે કંટ્રોલરૂમ શરૂ

સાવરકુંડલા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા 16 વર્ષથી પક્ષીને બચાવવા અભિયાન ચલાવે છે

સાવરકુંડલામાં ઉત્તરાયણના પર્વ પર ઘાયલ પક્ષીઓની સારવાર માટે વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટે કંટ્રોલરૂમ શરૂ કર્યો હતો. લોકોને પણ કોઈ પણ સ્થળે ઘાયલ પક્ષી દેખાય તો કંટ્રોલરૂમમાં જાણ કરવા તેમણે અપીલ કરી હતી. અહી સંસ્થાની ટીમ સ્થળ પર પહોંચી પક્ષીનું રેસ્ક્યુ કરી તેમની સારવાર કરશે.ઉત્તરાયણના પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આકાશમાં રંગબેરંગી પતંગ ચગાવી લોકો ઉત્તરાયણની ઉજવણી કરતા હોય છે. પણ આ દિવસે ચાઈનીઝ પતંગ અને પાકી દોરીના કારણે અનેક પક્ષીઓ ઘાયલ થતા હોય છે.

આવા સમયે જિલ્લાભરમાં જુદી જુદી સંસ્થાઓ ઉત્તરાયણના દિવસે ઘાયલ પક્ષીઓની મદદે દોડી આવતી હોય છે. ત્યારે સાવરકુંડલામાં પણ ઉત્તરાયણ પર્વ પર વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટે વી.પી.સી. ટી કંટ્રોલરૂમ તૈયાર કર્યો છે.કુંડલા પંથકમાં વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા 16 વર્ષથી ઉત્તરાયણના દિવસે ઘાયલ પક્ષીની સારવાર માટે સ્ટોલ તૈયાર કરે છે. બક્ષી બચાવો અભિયાનને સાર્થક બનાવવા માટે મુંબઈના વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર ફાઉન્ડેશન પણ તેમની સાથે જોડાયા છે.

પક્ષી બચાવો અભિયાનમાં સહભાગી બનવા સંસ્થાની અપીલ
સાવરકુંડલામાં વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટે ઉત્તરાયણના પર્વ પર પક્ષીની મદદ માટે કંટ્રોલ રૂમ તૈયાર કર્યો છે. અહી કોઈ પણ સ્થળે ઘાયલ પક્ષી લોકને જોવા મળે તો કંટ્રોલરૂમ નંબર 99797-41061 અને 76988-50313 પર જાણ કરવા સંસ્થાએ અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...