રજુઆત:કુંડલા સિવીલ કેમ્પસમાં મા અમૃતમ કાર્ડ મેળવવા અરજદારાેને હાલાકી

સાવરકુંડલાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કર્મચારી સમયસર હાજર રહેતા ન હાેય તાલુકા હેલ્થ કચેરીમાં રજુઅાત

સરકાર દ્વારા લાેકાેને અારાેગ્યની સેવા મળી રહે તે માટે માં અમૃતમ વાત્સલ્ય કાર્ડ યાેજના અમલી બનાવાઇ છે. જાે કે સાવરકુંડલામા અરજદારાેને માં અમૃતમ કાર્ડ મેળવવા મુશ્કેલી પડી રહી છે. અહી કર્મચારી સમયસર હાજર રહેતા ન હાેય તાલુકા હેલ્થ કચેરી ખાતે રજુઅાત કરાઇ છે. સ્થાનિક રહિશ અતુલભાઇ જાનીએ જણાવાયું હતુ કે શહેરમાં માં અમૃત વાત્સલ્ય કાર્ડ ઓફિસ સમયસર નથી ખુલતી. આમ તો ગુજરાત સરકાર દ્વારા આરોગ્ય ક્ષેત્રે ઘણાં પરિણાત્મક પગલાં લેવામાં આવી રહ્યાં છે. સરકારે વિવિધ યોજનાઓ દ્વારા લોકોને આરોગ્યની સારવાર સરળતાથી અને વિનામૂલ્યે મળી રહે તે ઉદ્દેશ્ય સાથે ઘણી આરોગ્ય યોજનાઓ લોકો માટે રજૂ કરી છે. માં અમૃત વાત્સલ્ય કાર્ડ એ પૈકીની એક છે.

આ સંદર્ભે જરૂરિયાતમંદ લોકોએ જરૂરી દસ્તાવેજો રજૂ કરીને આરોગ્ય વિભાગની નિર્દિષ્ટ હોસ્પિટલમાં આ કાર્ડ કાઢવા માટે પ્રક્રિયા કરવામાં આવે છે. સાવરકુંડલામા સરકારી કે. કે. હોસ્પિટલનાં કેમ્પસમાં સાવરકુંડલા તાલુકાના લોકોને આ કાર્ડ કાઢી આપવાની પ્રક્રિયા કરવામાં આવે છે. આ અંગે અહીં આ કાર્ય કરતાં કર્મચારી સમયસર નહીં આવતાં હોવાનું રજુઅાતમા જણાવાયું હતુ. આ સમસ્યાનું નિરાકરણ કરી અહીં કાર્ડ કઢાવવા આવતાં લોકોને હાલાકી ભોગવવી ન પડે અને વારંવાર ધક્કા ન ખાવા પડે તેવી વ્યવસ્થા કરાવવા અને કાર્ડ કાઢવાની કાર્યવાહી કરતી એજન્સીએ પણ તેના કર્મચારીઓને સમયસર આવી લોકોને અગવડ ન પડે તેવી વ્યવસ્થા કરવા માંગણી કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...