ઇંગોરીયા યુદ્ધ:ઇંગોરિયાના વૃક્ષો ઘટતાં હવે કોકડાએ સ્થાન લીધું

સાવરકુંડલા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાવરકુંડલામાં દિવાળીની રાત્રે જામશે અનોખુ ઇંગોરીયા યુદ્ધ
  • અન્ય શહેરોમાંથી પણ લોકો આતશબાજી નીહાળવા ઉમટી પડે છે
  • અગાઉ સાવર અને કુંડલા એમ બે વિભાગના લોકો યુદ્ધનું આયોજન કરતા

સાવરકુંડલામા દિપાવલીની રાત્રે પરંપરાગત ઇંગોરીયાનુ યુધ્ધ જામશે. યુવા વર્ગ દ્વારા દિવાળીના એક માસ અગાઉ જ ઇંગોરીયા તૈયાર કરી લેવામા આવ્યા છે. જો કે હાલ ઇંગોરીયાના વૃક્ષો ઓછા હોય તેનુ સ્થાન કોકડાએ લીધુ છે. ઇંગોરીયાનુ યુધ્ધ જોવા અન્ય શહેરોમાથી પણ લોકો અહી આવે છે. સાવરકુંડલામા દિવાળીની રાત્રીએ અનોખી ઇંગોરીયાની લડાઇ જામે છે. સાવરકુંડલા બે ભાગમા વહેચાયેલુ હોય અગાઉના વર્ષોમા સાવર અને કુંડલા એમ બે વિભાગના લોકો દિવાળીની રાત્રે ઇંગોરીયાનુ યુધ્ધ કરતા હતા.

આ પરંપરા હજુ પણ જોવા મળી રહી છે. દિવાળી અગાઉ એકાદ માસ પહેલાથી જ યુવાનો દુરદુરના વિસ્તારોમાથી ઇંગોરીયાના વૃક્ષ પરથી ઇંગોરીયા તોડી લાવે છે. અને બાદમા દારૂગોળો બનાવી તેને તૈયાર કરવામા આવે છે. દિવાળીની રાત્રે અહીના દરેક ચોકમા યુવાનો ઇંગોરીયા સાથે એકઠા થાય છે અને સામસામે નિર્દોષ ભાવે ઇંગોરીયા ફેંકી આતશબાજી કરે છે. ઇંગોરીયા યુધ્ધથી અત્યાર સુધીમા કોઇ મોટી દુર્ઘટના બની નથી. ઇંગોરીયાનુ આ યુધ્ધ જોવા સાવરકુંડલા સહિત દુરદુરના શહેર અને ગામડાઓમાથી લોકો અહી ઉમટી પડે છે.

એક માસ અગાઉથી જ કરે છે યુવાનો તૈયારી
કેટલાક યુવાનો હજુ દુરદુરના વિસ્તારોમા જઇને ઇંગોરીયાના વૃક્ષ પરથી ઇંગોરીયા તોડી લાવે છે. દિવાળીના એક માસ અગાઉથી જ યુવાનો ઇંગોરીયા બનાવી તૈયારી કરે છે. અને બાદમા દિવાળીની રાત્રે આતશબાજી કરે છે. તસવીર- સૌરભ દોશી

હવે યુવાનો કોકડાનો ઉપયોગ કરે છે
હાલમા ઇંગોરીયાના વૃક્ષો ઘટયા હોય તેના વિકલ્પ રૂપે હવે યુવાનો કોકડામા દારૂગોળો ભરીને દિપાવલીની રાત્રે આતશબાજી કરે છે. શહેરમા દરેક ચોકમા મોટી સંખ્યામા યુવાનો એકઠા થાય છે અને સામસામી આતશબાજી કરે છે.

કેવી રીતે તૈયાર થાય છે ઇંગોરીયા ?
યુવકો દિવાળીના એક માસ પહેલાથી જ દુરદુરના વિસ્તારોમાથી ઇંગોરીયાના વૃક્ષો પરથી ઇંગોરીયા ઉતારી લાવે છે અને બાદમા તેને સુકવીને તેમા ગંધક, સુરોખાર અને કોલસો ભરી દારૂ તૈયાર કરી ઇંગોરીયા બનાવવામા આવે છે.

અન્ય સમાચારો પણ છે...