તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરણી:કુંડલામાં વેપારી મહામંડળના હોદ્દેદારોની નિમણૂંક કરાઇ

સાવરકુંડલા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વેપારીઓને પડતી મુશ્કેલીઓ દૂર કરવા નવા હોદ્દેદારોનો કોલ

સાવરકુંડલામાં જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખના અધ્યક્ષસ્થાને વેપારી મહામંડળના હોદ્દેદારોની વરણી કરાઈ હતી. આગામી દિવસોમાં નવા બનેલા હોદ્દેદારો વેપારીઓને પડતી મુશ્કેલી દૂર કરશે.

સાવરકુંડલામાં પંથકમાં કાંટા ઉદ્યોગ અને લોખંડના ઓજારોનો વ્યવસાય વધારે પ્રમાણમાં છે. તેમજ અન્ય ક્ષેત્રે પણ વેપારીઓના પ્રશ્નનું તાત્કાલિક નિરાકરણ આવે તેવા હેતુથી વેપારી મહામંડળની વરણી કરવામાં આવી હતી. અમરેલી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ ચતુરભાઇ પટેલ, ઉપ પ્રમુખ રાજુભાઇ શીંગાળા, યોગેશભાઇ કોટેચા અને ભગીરથભાઇ ત્રિવેદીના અધ્યક્ષસ્થાને સાવરકુંડલા ખાતે વેપારીઓની બેઠક મળી હતી. જેમાં વેપારી મહામંડળના હોદ્દેદારો, સલાહકારો અને કારોબારી સમિતિના સભ્યોની નિમણુંક કરાઈ હતી.

સાવરકુંડલામાં વેપારી મહા મંડળના પ્રમુખ તરીકે રાજુભાઇ દોશી, ઉપ પ્રમુખપદે જગદીશભાઇ માધવાણી, ગોવિંદભાઇ પરમાર, સુરેશભાઇ ગજેરા, મહામંત્રીપદે પ્રકાશભાઇ વડેરા, શૈલેષભાઇ થડેશ્વર, મંત્રીપદે હિતેષભાઇ સરૈયા, રવિન્દ્રભાઇ ધંધુકિયાઝ અશરફભાઇ કાસમાણી વિગેરેની વરણી કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...