મુસ્લિમ સમાજમા રોષ:સાવરકુંડલા અને વડીયામાં મુસ્લિમ સમાજનું તંત્રને આવેદન

સાવરકુંડલા19 દિવસ પહેલા
  • કૉપી લિંક

સાવરકુંડલા અને વડીયા ખાતે આજે મુસ્લિમ સમાજના લોકોએ સ્થાનિક તંત્રને આવેદનપત્ર પાઠવી ધર્મગુરૂઓ અંગે ટિપ્પણી કરી લોકોની ધાર્મિક લાગણીઓ દુભાવવાના પ્રકરણમા જરૂરી પગલા લેવા માંગ કરાઇ હતી.

સાવરકુંડલામા આજે સુન્ની મુસ્લિમ જમાત તથા સમસ્ત મુસ્લિમ સમાજના ઉપક્રમે સ્થાનિક મામલતદારને આવેદન અપાયુ હતુ. મોટી સંખ્યામા પહોંચેલા લોકોએ માંગ કરી હતી કે ભાજપના પ્રવકતા નુપુર શર્મા અને નવીન ઝીંદાલ વિરૂધ્ધ યોગ્ય કાર્યવાહી કરવામા આવે. તેમના નિવેદનો અશોભનીય અને ભાઇચારા તથા શાંતીમા ખલેલ પહોંચાડનારા છે. જેથી કડકમા કડક સજા થવી જોઇએ.

બીજી તરફ વડીયામા આજે મુસ્લિમ સમાજના આગેવાનોએ મામલતદાર કચેરીએ દોડી જઇ આ બંને આગેવાનો સામે પગલા લેવાની માંગ સાથે આવેદન પાઠવ્યું હતુ. જેમા જણાવાયું હતુ કે દેશમા તમામ ધર્મ અને જાતિના લોકો ભાઇચારાથી વસે છે. ત્યારે ધાર્મિક લાગણી દુભાવનારા નિવેદનથી મુસ્લિમ સમાજમા રોષ છે.

અન્ય સમાચારો પણ છે...