તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દિલ્હીમાં બજરંગ દળના કાર્યકર્તાની હત્યા કરનાર આરોપીને ફાંસીની સજા આપવા માંગ સાથે સાવરકુંડલામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતું. જેમાં શહેરભરમાંથી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ જોડાયા હતા.સાવરકુંડલામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના નિલેશભાઈ શેલાર અને નિકુંજભાઇ સોંડાગરે જણાવ્યું હતું કે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે દિલ્હીમાં બજરંગ દળના કાર્યકર્તા રીન્કુ શર્મા લોકો પાસેથી નિધિ એકત્રીત કરી રહ્યા હતા. તેવા સમયે મહોલ્લાના અમુક યુવાનોએ રીન્કુ શર્માના ઘરે જઈ હુમલો કર્યો હતો.
જેમાં બજરંગ દળના કાર્યકર્તા રીન્કુ શર્માને પીઠ પાછળ ચાકુ મારી હત્યા કરાઈ હતી. દિલ્હી ખાતે બજરંગ દળના કાર્યકર્તાની હત્યા કરનાર આરોપીને ફાંસીની સજા આપવા સાવરકુંડલા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા મામલતદારને આવેદન પત્ર પાઠવી માંગણી કરી હતી. આવેદનમાં શહેર વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી વિજયભાઈ રાજપુત, બજરંગ દળના ઉપ પ્રમુખ કિશનભાઈ રાજપુત, નિકુંજભાઈ રાજપુત અને અક્ષયભાઈ હિંગુ જોડાયા હતા. તસવીર- સૌરભ દોશી
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.