તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રાંત અધિકારીની કાર્યવાહી:સાવરકુંડલાનું સેવા સમિતિ સુરત પાસ ટીમ દ્વારા સંચાલિત કોવિડ કેર સેન્ટર બંધ કરાવ્યુ, કહ્યું - મંજૂરી નહોતી લીધી

સાવરકુંડલા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોવિડ કેર સેન્ટરના દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા - Divya Bhaskar
કોવિડ કેર સેન્ટરના દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં જેસર રોડ પર આવેલા કોવિડ આઇસોલેશન સેન્ટર સામે પ્રાંત અધિકારીએ કાર્યવાહી કરતા વિવાદ સર્જાયો છે. સેવા સમિતિ સુરત પાસ ટીમ દ્વારા સંચાલિત કોવિડ આઇસોલેશન સેન્ટર સામે કાર્યવાહી કરવામાં આવી છે. તંત્ર પાસેથી મળતી માહિતી પ્રમાણે, આઈસોલેશન સેન્ટર તબીબ કે નસિંગ સ્ટાફ વગર ચલાવતા હતા. ઉપરાંત કોઈ પ્રકારની મંજૂરી લેવામાં આવી નહોતી. જેને લઈને તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરી છે. આજે કોવિડ કેર સેન્ટર બંધ કરાવી 8 દર્દીઓને સાવરકુંડલા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા છે.

દિવ્યભાસ્કર દ્વારા સંચાલન મિલન દેસાઈનો સંપર્ક કરતા કહ્યું, અમે કલેકટરમાં લેખિત લેટર સબમિટ કરાવ્યો હતો અને અહીં રાજકીય માહોલ છે. રાજકીય ઈશારે બંધ કરાવ્યું હોય તેવું લાગી રહ્યું છે. ઉપરાંત અહીં અમારી ટીમ સેવા કરવા આવી છે. ક્રિટિકલ દર્દી પણ સારવાર લઈ રહ્યા હતા

કોવિડ સેન્ટર ખાતે આઇસોલેશન સેન્ટરનું પોસ્ટર પણ બદલાવ્યું હતું
પ્રથમ સાવરકુંડલા સેવા સમિતિ સુરત પાસ ટીમ સંચાલિત કોવિડ આઇસોલેશન સેન્ટરનું પોસ્ટર લગાવ્યું હતુ ત્યાર બાદ સ્થાનીક લેવલે વિરોધ થતા ફરી નવા પોસ્ટરો લાગ્યા હતા જેમાં પાસ શબ્દો દૂર કરી માત્ર સેવા સમિતિ સુરત સંચાલીત કોવિડ સેન્ટર નામ આપ્યુ છે હાલ તો આ કોવિડ સેન્ટર વિવાદમા સપડાયુ છે

જરૂર પડશે તો ફરિયાદ પણ થશેઃ પ્રાંત અધિકારી
દિવ્યભાસ્કર દ્વારા સાવરકુંડલા પ્રાંત અધિકારી આર.આર ગોહિલ નો સંપર્ક કરતા કહ્યુ ડોક્ટરો હાજર નથી મંજૂરી વગર તો ગેરકાયદેસર બંધ જ કરવું પડે કેવી રીતે ચલાવાય જરૂર લાગશે તો ફરિયાદ પણ દાખલ થશે

વિવાદ વકરે તેવી શક્યતાઓ
અમરેલી જિલ્લામા અનેક જગ્યા એ સેવાકીય પ્રવુતિ સામાજિક સંસ્થા ઓ દ્વારા કોવિડ સેન્ટર આઇસોલેશન ધમધમી રહ્યા છે ત્યારે પ્રથમ સાવરકુંડલા શહેરમાં સીધી કાર્યવાહી કરી બંધ કરાવતા વિવાદો વધુ વધ્યા છે અને સોશ્યલ મીડીયામાં મેસેજ વાયરલ થતા વિવાદ સર્જાયો છે આવતી કાલે વધુ ઘેરાપ્રત્યાઘાતો પડી શકે છે

અન્ય સમાચારો પણ છે...