દુષ્કર્મ / સાવરકુંડલામાં 3 વર્ષની બાળકીનું અપહરણ કરી રીક્ષાચાલકે પીંખી નાખી, ગણતરીના કલાકમાં પોલીસે આરોપીને ઝડપ્યો

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

  • પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીને દબોચી લીધો

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 06:37 AM IST

સાવરકુંડલા. નદીના પટ્ટમાં ઝુંપડામાં રહેતી એક ત્રણ વર્ષની બાળકીને ગઇ મધરાત્રે 35 વર્ષીય રીક્ષા ચાલકે મધરાત્રે ઝુંપડામાંથી ઉપાડી જઇ જીંજુડાની સીમમાં દુષ્કર્મ આચરી બાળકીને છોડી દીધી હતી. પોલીસે ગણતરીની કલાકોમાં જ પોતાની કુનેહથી સાવરકુંડલામાં રેલવે સ્ટેશન પાસે રહેતા રીક્ષા ચાલક યુવાનને આ કેસમાં ઝડપી લીધો હતો. તેની રીક્ષામાંથી લોહી અને વિર્યના નમુના પણ મળી આવ્યા હતાં. 

રીક્ષામાં જ તેના પર દુષ્કર્મ આચરી મોં કાળુ કર્યુ
માત્ર ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મની આ હિંચકારી ઘટના સાવરકુંડલામાં ગઇ મધરાત્રે બની હતી. અહિં મણીનગર વિસ્તારમાં જનતા બાગ પાછળ નદીમાં ઝુંપડુ બનાવીને રહેતા એક પરિવારની ત્રણ વર્ષની બાળકી ઝુંપડામાં સુતી હતી ત્યારે સાવરકુંડલા રેલવે સ્ટેશન પાસે રહેતો રાજુ ઉર્ફે કડી નારણભાઇ માંગરોળીયા (ઉ.વ. 35) નામનો  યુવક તેને પોતાની રીક્ષામાં ઉપાડી ગયો હતો. આ યુવક તેને જેસર રોડ પર અવાવરૂ જગ્યાએ લઇ ગયો હતો અને રીક્ષામાં જ તેના પર દુષ્કર્મ આચરી મો કાળુ કર્યુ હતુ અને બાદમાં બાળકીને રેઢી મુકી પરત સાવરકુંડલા આવતો રહ્યો હતો. 

ઝૂંપડાની બાજુમાં જ કાયમી બેઠક હોવાથી બાળકી પર નજર હતી
વહેલી સવારે જીંજુડામાં આ બાળકી રડતી મળી આવતા પોલીસને જાણ કરાઇ હતી અને પોલીસની પ્રાથમિક તપાસમાં તેના પર દુષ્કર્મ થયાનું ખુલ્યુ હતું. જીલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાય અને એએસપી પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન મુજબ એલસીબી, એસઓજી અને સાવરકુંડલાની પોલીસ ટુકડીઓએ જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી હતી. આરોપીના મળેલા વર્ણનના આધારે રાજુલા માંગરોળીયાને ઉપાડી લઇ પુછપરછ કરાતા તેણે ગુનો કબુલ કરી લીધો હતો. તેની રીક્ષા પણ પોલીસે કબજે લીધી હતી. જેમાંથી લોહી અને વિર્યના ડાઘ મળી આવ્યા હતાં. આ શખ્સની છેલ્લા કેટલાક દિવસોથી ઝુંપડપટ્ટીની આસપાસ જ બેઠક હતી. ગઇરાત્રે મોકો મળતા જ તેણે બાળકીને ઉપાડી જઇ દુષ્કર્મ આચર્યુ હતું. મદદનીશ પોલીસ અધિકારી પ્રેમસુખ ડેલુએ જણાવ્યુ હતું કે આ શખ્સનો ભુતકાળ પણ ગુનાઓથી ખરડાયેલો છે. 

પાંચ વર્ષના બાળકે આપેલા વર્ણન પરથી પોલીસે આરોપીને ઝડપી લીધો
જે ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરાયુ તે પરિવારના એક પાંચ વર્ષના બાળકે આરોપીને જોયો હોય તેણે આ શખ્સ બાઠીયો અને થોડો જાડો અને દાઢીવાળો તથા ખભે લાલ ગમછો નાખેલો હોવાનું વર્ણન કરતા પોલીસે શહેરમાંથી આવા શંકાસ્પદ લોકો એકઠા કર્યા હતાં. જેમાંથી રાજુ માંગરોળીયાનું સીધુ કનેક્શન ખુલ્યુ હતું.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી