રેસ્ક્યુ:સાવરકુંડલામાં કૂવામાં પડેલા યુવાનને 108ની ટીમે બચાવ્યો

સાવરકુંડલાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાવરકુંડલા તાલુકાના આદસંગ ગામે ખેડૂત અશ્વિનભાઈ ચૌહાણ ( ઉ.વ.22 ) કૂવા પાસે કામ કરતી વખતે કૂવામાં ખાબકયા હતા. ઘટનાની જાણ 108ને કરવામાં આવતા તાત્કાલિક 108ના ઇ.એમ.ટી.જીતેષ કલસરિયા અને પાયલોટ રાજેશ બોરીસાગર ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. અહીં તપાસ કરતા કૂવામાં પડેલ યુવાન જીવીત હાલતમાં હોવાનું જાણવા મળ્યું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી 108ના કર્મચારી અને ગ્રામજનોએ યુવાનને બચાવવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. અંતે કૂવામાં પડેલા યુવાનને મહા મુસીબતે બહાર કાઢી વધુ સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...