અજગરનું રેસ્કયુ કરાયું:સાવરકુંડલાના ધજડી ગામની સીમમાં અજગરનું રેસ્કયુ કરાયું

સાવરકુંડલા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવાનોએ સહી સલામત પકડી વનવિભાગને સોંપ્યો

સાવરકુંડલા તાલુકાના ધજડી ગામની સીમમા એક મહાકાય અજગર નીકળતા વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યોને જાણ કરતા અહી દોડી આવ્યા હતા અને અજગરનુ રેસ્કયુ કરી વનવિભાગને સોંપી દીધો હતો. ધજડી ગામની સીમમા એક મહાકાય અજગરે દેખા દેતા વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટને જાણ કરવામા આવી હતી.

ટ્રસ્ટના મયુરભાઇ ભેડા, સબીર મકવાણા, એજાજ કુરેશી અહી દોડી આવ્યા હતા. લાંબી જહેમત બાદ અજગરને સલામત રીતે પકડી લીધો હતો. આ અજગર 13 ફુટની લંબાઇ અને 16 કિલો વજન ધરાવતો હતો. બાદમા ટ્રસ્ટના સભ્યોએ સાવરકુંડલા વનવિભાગને સોંપી દીધો હતો. તસવીર- સૌરભ દોશી

અન્ય સમાચારો પણ છે...