બેઠક:સાવરકુંડલામાં GIDC ફાળવવા બાબતે ઉદ્યાેગકારાેની બેઠક મળી

સાવરકુંડલા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાંસદ અને ધારાસભ્યઅે પણ અા પ્રશ્ન ઉકેલવાની વેપારીઅાેને ખાતરી અાપી

સાવરકુંડલામા કાંટા ઉદ્યાેગ સહિત અનેક નાના માેટા ઉદ્યાેગાે કાર્યરત છે. પરંતુ પાછલા ઘણા સમયથી અહી જીઅાઇડીસી ફાળવવા મુદે રજુઅાત કરવામા અાવી રહી છે. પરંતુ સરકાર દ્વારા હજુ સુધી કાેઇ કાર્યવાહી કરાતી ન હાેય જીઅાઇડીસી ફાળવવા મુદે ઉદ્યાેગકારાેની બેઠક મળી હતી. અહી સાંસદ અને ધારાસભ્યઅે પણ અા પ્રશ્ન ઉકેલવા વેપારીઅાેને ખાતરી અાપવામા અાવી હતી.

અહીની લુહાર જ્ઞાતિની વાડી ખાતે કાંટા ઉદ્યાેગ, દવા, અેગ્રીકલ્ચર, હેન્ડીક્રાફટ, અાેઇલ મીલ, ગૃહ ઉદ્યાેગ, હિરા ઉદ્યાેગ વિગેરે નાના માેટા કારખાના ધરાવતા વેપારીઅાે અેકઠા થયા હતા અને જીઅાઇડીસી ફાળવવા મુદે ચર્ચા વિચારણા હાથ ધરાઇ હતી. ચેમ્બરના પ્રમુખ મહેશભાઇ મશરૂ, મહામંત્રી ચંદ્રકાંતભાઇ ભરખડા, ચંદ્રેશભાઇ રવાણી વિગેરેઅે જણાવ્યું હતુ કે સરકાર ધારે તાે અહી જીઅાઇડીસી બનાવી શકે છે. જાે કે હજુ સુધી સરકાર દ્વારા કાેઇ જ કાર્યવાહી કરવામા નથી અાવી રહી.

અહી સાંસદ નારણભાઇ કાછડીયાઅે પણ ઉપસ્થિત રહી સાવરકુંડલા ઉદ્યાેગ અેસાેને શુભેચ્છા પાઠવી બાંહેધરી અાપી હતી અને જયાં પણ જરૂર પડે તે માટે સાથે રહેવા જણાવાયું હતુ. જયારે ધારાસભ્ય પ્રતાપ દુધાતે પણ ટેલીફાેનિક શુભેચ્છા પાઠવી અા પ્રશ્ન ઉકેલવા સાથે રહેવાની ખાતરી અાપી હતી. અહી વેપારીઅાેઅે અા પ્રશ્ન માટે જરૂર પડે અાંદાેલન કરવાની પણ ચિમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...