મામલો બિચક્યો:એક શખ્સે મહિલાના ઘરમાં ઘુસી ગળું દબાવી માર માર્યો

સાવરકુંડલા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફોનમાં ગાળો આપવાની ના પાડતા મામલો બિચક્યો

સાવરકુંડલાના ભુવા રોડ પર રહેતા એક શખ્સની અહિંની મહિલાએ ફોન પર ગાળો આપવાની ના પાડતા આ શખ્સે મહિલાના ઘરમાં ઘુસી તેમનું ગળુ દબાવી માર મારી મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોચ્યો છે.અહી રહેતી કોમલબેન રમેશભાઇ પરમાર (ઉ.વ.23) નામની પરિણીતાએ આ અંગે સાવરકુડલા પોલીસ મથકમાં ભુવા રોડ પર રહેતા જયસુખ ઉર્ફે ભાયો નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.

જેમાં તેમણે જણાવ્યુ છે કે આ શખ્સ ગઇકાલે તેની માતાને ફોન પર ગાળો આપતો હતો જેથી તેણે ગાળો આપવાની ના પાડતા તે તેના ઘરમાં ઘુસી આવ્યો હતો અને તેની માતાને ઢીકાપાટુનો માર માર્યો હતો. આ દરમિયાન કોમલબેન વચ્ચે પડતા તેનુ ગળુ દબાવવાનો પ્રયાસ કરી તેને પણ માર મારી ઇજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે કોમલબેનની ફરિયાદ પરથી જયસુખ સામે ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...