સેવા સંસ્થાન લોકોની મદદે પહોંચ્યું:અંધારપટ્ટવાળા ગામોમાં પાણી માટે સુરતથી 85 જનરેટર આવ્યા

સાવરકુંડલા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજુલામાં માયાભાઈ આહીરે 20 જનરેટર લોકોની સેવામાં ફાળવ્યા

અમરેલી જિલ્લામાં વાવાઝોડાના કારણે ગામડાઓમાં છેલ્લા 11 દિવસથી અંધારપટ છવાયો છે. અહીં લાઈટ ન હોવાથી લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. ત્યારે સેવા સંસ્થાની ટીમે સુરતથી 85 જેટલા જનરેટર મંગાવી લોકોની સેવામાં લગાડ્યા છે. અહીં જનરેટર મારફત પાણીના ટેન્ક ભરવામાં આવશે.

જિલ્લામાં વાવાઝોડાના કારણે અનેક વિજપોલ જમીનદોસ્ત થયા છે. જેના કારણે ગામડાઓ છેલ્લા 11 દિવસથી વીજળી વિહોણા બન્યા છે. અહીં લોકો પીવાના પાણી માટે દરદર ભટકી રહ્યા છે. તંત્રની કોઈ મદદ ગામડામાં પહોંચતી નથી. ત્યારે પીવાના પાણી માટે સેવા સંસ્થાન ગામડાના લોકોની મદદ માટે પહોંચ્યું છે. અહીં સુરતથી 85 જેટલા જનરેટર મંગાવી અંધારપટવાળા ગામડામાં લગાવવામાં આવ્યા છે. અહીં સંસ્થાનો યુવાનો અને ત્રણ ગામના સરપંચ વચ્ચે એક ટીમ બનાવવામાં આવી છે. જે જનરેટર મારફત પીવાના પાણીની મુખ્ય ટાંકી ભરશે.

જિલ્લામાં મુશ્કેલીના સમયે લોકોની સેવામાં સેવા સંસ્થા મુખ્ય સમિતિના મહેશભાઇ સવાણી, પંકજભાઇ સિધપરા, ધાર્મિકભાઇ માલવીયા, ઘનશ્યામભાઇ મેકડા, માયાભાઇ આહિર, રણછોડભાઇ સાવલીયા, વિપુલભાઇ તળાવીયા, નિકુંજભાઇ જયાણી, પાર્થ સુતરીયા , દૈનિકભાઇ પટેલ, હિરેનભાઇ પદમાણી અને મહેન્દ્રભાઇ વિગેરે જોડાયા હતા. રાજુલામાં વાવાઝોડાના 11 દિવસ બાદ પણ લાઈટ આવી નથી. જેના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. અહીં લોકોની મદદ માટે લોકસાહિત્યકાર માયાભાઇ આહિરે 20 જનરેટરની ફાળવણી કરી હતી. જેથી જે તે વિસ્તારમાં લોકોની પાણીની સમસ્યા દૂર થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...