તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મિત્રના મોતનો આઘાત:સાવરકુંડલામાં 7 દાયકાની અતૂટ ભાઇબંધી, 1 મિત્રની વિદાય બાદ બીજાએ પણ પ્રાણ છોડ્યો

સાવરકુંડલા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
તસવીરમાં બચુભાઇ અને બદરૂભાઇ. - Divya Bhaskar
તસવીરમાં બચુભાઇ અને બદરૂભાઇ.

સાવરકુંડલાના શિવલાલ ગોવિંદજી મહેતા અને કાઠી દરબાર બદરૂભાઇ ખુમાણની આ ભાઇબંધી આ વિસ્તારમા જાણીતી હતી. શિવલાલભાઇ અહી બચુભાઇ ગોર તરીકે પણ ઓળખાઇ તેમની ઉંમર 90 વર્ષ અને બદરૂભાઇની 83 વર્ષ. બંને બાળપણના મિત્રો હતા પરંતુ આ ઉંમરે પણ ભાઇબંધી અકબંધ હતી. બચુભાઇનો પરિવાર છેલ્લા થોડા સમયથી મહારાષ્ટ્રના પુનામા સ્થાયી થયો હતો. આ સ્થિતિમા પણ અતિ વૃધ્ધ અવસ્થાના આ બંને મિત્રો રવિવારે કલાકો સુધી ટેલીફોન પર સંપર્કમા રહેતા અને એકબીજાને વિડીયો કોલ પણ કરી લેતા. બે મહિને એકાદ વાર બચુભાઇ પુનાથી સાવરકુંડલા આવી બે દિવસ રોકાઇ જતા.

ગત 14 એપ્રિલે અચાનક બચુભાઇનુ અવસાન થયુ. આ સમાચાર મળતા જ બદરૂભાઇએ પણ જાણે જીજીવિષા છોડી દીધી હોય તેમ ખાવા પીવાનુ પણ છોડી દીધુ અને તેમની તબીયત પણ લથડવા લાગી. થોડા જ દિવસોમા તેમણે પોતાના મિત્રની જેમ અનંતની વાટ પકડી. 90 વર્ષની ઉંમરે પણ બંનેએ નિસ્વાર્થ અને નિર્દોષ દોસ્તી જાળવી રાખી હતી.

એક પખવાડીયામાં ચાર પરિજનોના મૃત્યું
બચુભાઇ 14 એપ્રિલે અવસાન પામ્યા બાદ એ સપ્તાહમા જ તેમના પત્નીનુ પણ અવસાન થયુ હતુ. અને તેના ગણતરીના દિવસોમા બચુભાઇના ભાઇ તથા ભાભી પણ મૃત્યુ પામ્યા હતા. જે ઘટના બાદ તેમના મિત્ર એવા નિવૃત પીઆઇ બદરૂભાઇએ પણ વિદાય લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...