સાવરકુંડલામા એનએસયુઆઇ દ્વારા 15 કિમી સાયકલ સ્પર્ધાનુ આયોજન કર્યુ હતુ. જેમા 1500 છાત્રોએ ભાગ લીધો હતો. સ્પર્ધામા પ્રથમ, દ્રિતિય અને તૃતિય ક્રમ મેળવનાર સ્પર્ધકને પ્રોત્સાહિત કરાયા હતા. છાત્રોમા શારીરિક ક્ષમતાઓ વધે તે હેતુથી અમરેલી જિલ્લા એનએસયુઆઇ દ્વારા સાયકલ સ્પર્ધાનુ આયોજન કરાયુ હતુ. વહેલી સવારે 5:30 કલાકે સાયકલ સાથે છાત્રો ઉમટી પડયા હતા. અહીના મહુવા રોડ પર 15 કિમી સુધી આ સાયકલ સ્પર્ધાનુ આયોજન કરાયુ હતુ. સ્પર્ધાને પગલે એક તરફનો વાહન વ્યવહાર પણ બંધ કરાવાયો હતો.
ગુજરાત પ્રદેશ એનએસયુઆઇના પ્રમુખ નરેન્દ્ર સોલંકી, પ્રવિણ સાવજ, પોલીસ અધિકારી તેમજ શૈક્ષણિક સંસ્થાના મહાનુભાવોના હસ્તે લીલીઝંડી આપી સ્પર્ધાનુ પ્રસ્થાન કરાવાયુ હતુ. 10 વર્ષથી લઇને ઓપન કેટેગરી સુધીના 1500 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ઓપન કેટેગરીમાં હરેશ ગોવિંદ પ્રથમ ક્રમે, શૈલા ક્રિષા પ્રથમ ક્રમે વિજેતા સ્પર્ધક રહ્યાં હતા.
જ્યારે ઓપન મહિલા કેટગેરીમાં વિજેતા રાજવીબેન થયા હતા. સાયકલ સ્પર્ધાના આયોજનથી વિદ્યાર્થીઓમા શારીરિક ક્ષમતા વધે તેમ જ પ્રદૂષણ મુક્ત ગુજરાત બને અને સાયકલ થકી શારીરિક કસરતો થઈ રહે અને વિદ્યાર્થીમા નવી ચેતના ઉજાગર થવાના હેતુને સાર્થક કરવા સ્પર્ધાના નવતર આયોજનને શૈક્ષણિક સંસ્થાના પ્રતાપભાઈ ખુમાણ, પૂજ્ય ભક્તિબાપુ, વલ્લભભાઈ જીંજવાડિયા, પાલિકાના પૂર્વ પ્રમુખ વિપુલ ઉનાવા, મલ્હારભાઈ રાવળ, સંજય કામળિયા, સહિતના મહાનુભવોએ સરાહનીય ગણાવ્યું હતુ. તસવીર-સૌરભ દોશી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.