તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:રાજુલામાં નવા બની રહેલા કોર્ટ બિલ્ડીંગનું કામ નબળું

રાજુલા11 દિવસ પહેલા
 • કૉપી લિંક
કામમાં મટીરિયલ્સ હલકી ગુણતાનું વપરાય છે. - Divya Bhaskar
કામમાં મટીરિયલ્સ હલકી ગુણતાનું વપરાય છે.
 • જિલ્લા યુવા ભાજપ મોરચાના મંત્રીની માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરને રજુઆત

રાજુલામાં નવા બની રહેલ કોર્ટ બિલ્ડીંગમાં નબળી ગુણવંતાનું મર્ટીરીયલ વપરાતું હોવાની જિલ્લા યુવા ભાજપ મોરચાના મંત્રીએ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરને રજુઆત કરી હતી. અહીં તાત્કાલિક કામગીરી અટકાવવા માટે માર્ગ અને મકાન વિભાગ પાસે માંગણી કરી છે.

જિલ્લા યુવા ભાજપ મોરચાના મંત્રી વનરાજભાઇ વરૂએ જણાવ્યું હતું કે રાજુલામાં કોર્ટના નવા બિલ્ડીંગનું નિર્માણ થઈ રહ્યું છે. જેમાં નબળી અને હલકી ગુણવંતાના કાચા માલનો ઉપયોગ થઈ રહ્યો છે. અહીં રેતીનો ઉપયોગ થયો છે. તેમાં માટીનો ભાગ વધારે પડતો છે. ઉપરાંત રેતીની સાથે ભરડીયાનો પાવડર પણ મીક્ષ કરાય છે. જે સ્લેબ, બિમ અને કોલમમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તેમજ કાચા પથ્થર પણ સાથે સાથે મીક્ષ કરાઈ રહ્યા છે. જેના કારણે કોર્ટ બિલ્ડીંગની કામગીરી નબળી થઈ રહી છે. ત્યારે તાત્કાલિક બિલ્ડીંગની કામગીરી અટકાવી અને તપાસ કરવા માંગ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો