તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:જાફરાબાદના લોઠપુરથી કોવાયા સુધીનો માર્ગ અતિબિસ્માર, અકસ્માતનો ભય

રાજુલા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મસમોટા ખાડાઓથી વાહન ચાલકો ત્રસ્ત, રોડનું સમારકામ કરવા માંગ ઉઠી

જાફરાબાદના લોઠપુરથી કોવાયા સુધીનો માર્ગ લાંબા સમયથી બિસ્માર છે. મસમોટા ખાડાઓથી વાહન ચાલકને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. તંત્રએ છ માસ પહેલા રીપેરીંગ કર્યું હતું. પણ નબળી કામગીરીના કારણે રસ્તા પર ફરી ખાડા પડી ગયા છે. તંત્ર ફરી વખત રોડનું રીપેરીંગ કરે તેવી વાહન ચાલકોમાં માંગ ઉઠી છે. લોઠપુરથી કોવાયાના રસ્તા પરથી દિવસમાં અનેક ટ્રેક પસાર થાય છે. પણ અહીં માર્ગ ખખડધજ હાલતમાં છે. રસ્તાની વચ્ચે જ મસમોટા ખાડાઓ પડી ગયા છે. જેના કારણે ટ્રક પલ્ટી મારવાના બનાવો વધી રહ્યા છે.

તેમજ નાના વાહનોને પણ અકસ્માત સર્જાવાનો ભય સતાવી રહ્યો છે. છ માસ પહેલા તંત્રએ ખાડા પુરવાની કામગીરી કરી હતી. પણ કામગીરી યોગ્ય ન કરવામાં આવતા ફરી રસ્તો બિસ્માર બન્યો છે. જેના કારણે ચોમાસામાં વાહન ચાલકો તોબા પોકારી ઉઠે છે. તેમ છતાં પણ તંત્રએ આજ દિન સુધી માર્ગના સમારકામ માટે તસ્દી લીધી નથી. કે પછી તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું છે. તેવો સવાલ વાહન ચાલકો ઉઠાવી રહ્યા છે. તંત્ર અકસ્માતના બનાવો અટકાવવા માટે કોવાયાથી લોઠપુરના રોડનું સમારકામ કરે તેવી વાહન ચાલકોની માંગણી છે.

અન્ય સમાચારો પણ છે...